ધોધંબાના બાકરોલ ગામે વહેલી સવારે દિપડો ધરમાંં ધુસી જઈ એક વ્યકિતને ઈજાઓ કરી

  • દિપડો ધરના માળીયામાં સંતાયો
  • દિપડાને ઝડપી પાડવા વન વિભાગે રેસ્કયુ હાથ ધર્યુ
  • બાકરોલ ગામના લોકોમાં દિપડો પાંજરે પુરાય ન ત્યાં સુધી દહેશતમાં

ઘોઘંબા,
ઘોઘંબા તાલુકાના બાકરોલ ગવામે વહેલી સવારે છ વાગ્યે દિપડો ઘરમાં ઘુસી ગયો હતો અને એક વ્યકિત ઉપર હુમલો કર્યો હતો. દિપડો ઘરના માળીયામાં સંતાયો હોવાની દહેશત છે. વન વિભાગ ઘટના સ્થળે દોડી આવીને દિપડાને પકડવા માટે રેસ્કયુ હાથ ધરવામાં આવ્યું છે.

ઘોઘંંબા તાલુકાના બાકરોલ ગામે આજરોજ વહેલી સવારે ૬ વાગ્યાના સમયે દિપડો રહેણાંક ઘરમાં ઘસી આવ્યો હતો અને એક વ્યકિત ઉપર હુમલો કરી ઈજાગ્રસ્ત કર્યો હતો અને દિપડો ઘરમાં સંતાઈ ગયો હતો. દિપડાના હુમલાના પગલે ગ્રામજનોમાં દહેશત વ્યાપી જોવા મળી છે. દિપડો ઘરના માળીયામાં સંતાયો છે. વહેલી સવારે દિપડા એ ઘરમાં ઘુસી જઈને એક વ્યકિત ઉપર હુમલો કર્યાની ધટનાની ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. જેને પગલે ફોરેસ્ટની વન વિભાગની રેસ્કયુ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મકાનમાં રેસ્કયુ હાથ ધરવામાં આવ્યું છે. બાકરોલ ગામે રહેણાંક ઘરમાં ઘુસી જઈને એક વ્યકિત ઉપર દિપડા એ હુમલા કરવાની ધટનાને લઈ ગ્રામજનો દહેશતમાં આવ્યા છે. વન વિભાગ દ્વારા દિપડાને ઝડપી પાડવા રેસ્કયુ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે હાજર પોલીસ દ્વારા આસપાસ એકઠા થયેલ લોકટોળાને દુર કર્યા હતા. મોડી સાંજ સુધી ઘરમાં સંતાયેલ દિપડો પકડયો નથી. ફોરેસ્ટ વિભાગ ત્યારે દિપડો પાંજરે પુરાય અથવા જંગલમાં ચાલ્યો જાય તો ગ્રામજનોને હાશકારો થાય તેમ છે.