![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2023/07/1690714845259-1024x768.jpg)
સંતરામપુર,સંતરામપુર તાલુકાના ચિતવા અને બટકવાળા ગામે ગેરકાયદેસર રીતે જંંગલમાં પ્રવેશ કરી જંગલ જમીનમાં ખેડાણ કરતાં બે ઈસમોની અટકાવત કરી બે ટ્રેકટર જપ્ત કરવામાં આવ્યા.
સંતરામપુર તાલુકાના ચિતવા અને બટકાવાડા ગામના જંગલમાં બે ઈસમોએ ગેરકાયદેસર પ્રવેશ કરી જંગલ જમીનમાં ખેડાણ કરતા હોય તેવી બાતમીના આધારે ફોરેસ્ટ વિભાગે તાત્કાલીક ધટના સ્થળે દોડી આવી હતી અને જંગલ જમીનમાં ગેરકાયદેસર ખેડાણ કરતાં બે ઈસમોને અટકાયત કરીને બે ટ્રેકટર જપ્ત કરવામાં આવ્યા. જંંગલની જમીનમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા ફોનના ઉપયોગની જંગલ વિસ્તારમાં બિયારણ નાખી છોડ ઉછેરવામાં આવ્યા હતા. તેવા જંગલ વિસ્તારમાં લોકો જંગલ જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી જંગલ જમીનમાં ખેડાણ કરતા હોય તેવા તત્વો સામે ફોરેસ્ટ વિભાગ સર્તક બની કાર્યવાહી હાથ ધરી છે. જેને લઈ જંગલ જમીનમાં ગેરકાયદેસર ખેડાણ કરતાં તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.