નવા કુવા પાસે ગાંડા બાવળનું નીચે પડી ગયેલું વૃક્ષ વાહન ચાલકો માટે જોખમી

ઘોઘંબા, ઘોઘંબા તાલુકામાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર વૃક્ષો પડવાના બનાવો બન્યા છે ત્યારે નવા કુવા પાસે એક ગાડા બાવળનું વૃક્ષ પડતા વાહન વ્યવહારને અસર પહોંચે છે રોડ ઉપર પડેલું વૃક્ષ અકસ્માત સર્જે તેવી પરિસ્થિતિ સર્જાય છે. નીચે પડી ગયેલા બાવળને કારણે રસ્તો વન વે બની ગયો છે જો રાત્રિના સમયે બે વાહનો સામ સામે આવે અને ડીપર મારવામાં થાપ ખાઈ જાય તો અહીં મોટો અકસ્માત સર્જાઈ શકે છે તંત્ર દ્વારા આ વૃક્ષને અહીંથી દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવે જેથી અકસ્માતના બનાવને ટાળી શકાય છે.