પંચમહાલ જીલ્લામાં આજરોજ ૮૬ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા : ગોધરાના સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે વેઈટીંગ

  • શહેરી વિસ્તાર
  • ગોધરા-૩૩
  • હાલોલ-૧૨
  • કાલોલ-૦૫
    ગ્રામ્ય વિસ્તારોમાં
  • ગોધરા-૦૫
  • ઘોઘંબા-૧૮
  • હાલોલ-૦૪
  • જાંબુધોડા-૦૨
  • કાલોલ-૦૨
  • મોરવા(હ)-૦૩
  • શહેરા-૦૨
  • કોરોના સક્રિય કેસ-૬૮૩
  • સાજા થયેલ દર્દી-૨૬

ગોધરા,
પંચમહાલ જીલ્લામાં કોરોના કહેર યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસો થી જીલ્લા સહિત ગોધરામાં કોરોના સંક્રમણના કેસમાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જીલ્લા માટે કોરોનાની બીજી લહેર ધાતક પુરવાર થઈ રહી છે. કોરોનાના બીજા સ્ટ્રેનમાં મૃત્યુઅંાક પણ ઝડપ થી વધી રહ્યો છે. બીજા સ્ટ્રેનના કોરોના લહેરમાં યુવાનો અને બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. જેને લઈ આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર ચિતિંંત બન્યું છે. લોકો સોશ્યલ ડિસ્ટન્સ જાળવે, માસ્ક પહેરીને સંક્રમણ થી બચી શકે છે. તે જે કોરોના સંક્રમણ થી બચવાનો રામબાણ ઈલાજ લાગી રહ્યો છે. હાલ જીલ્લામાં સરકારી કોવિડ હોસ્પિટલો તેમજ ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ વધી રહ્યા છે. જેને લઈ નવા દર્દીઓ માટે બેડ પણ ખાલી નથી.તેવી બુમો ઉઠી રહી છે. તેમાં પણ કોરોનાની બીજી લહેરમાં કોરોના સંક્રમણનો ભોગ બનતા દર્દીઓમાં ઓકસીજન લેવલ ધટી જતું હોવાથી ઓકસીજન બેડની જરૂરીયાત ઉભી થઈ રહી છે. તે એક સમસ્યા બની છે. આજરોજ જીલ્લામાં ૮૬ કોરોના પોઝીટીવ કેસ નોંધાવા પામ્યા છે. જેમાં શહેરા વિસ્તારમાં ૫૦ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ૩૬ કોરોના પોઝીટીવ કેસ નવા નોંધાવા પામ્યા છે.

કોરોનાની બીજી લહેરમાં પંચમહાલ જીલ્લા સહિત ગોધરા શહેર કોરોના સંક્રમણ થી વધુ પ્રભાવિત થયું છે. જીલ્લામાં પ્રતિદિન કોરોના સંક્રમિત કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. કોરોના પ્રથમ વેવમાં જીલ્લામાં શહેરી વિસ્તારોમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું હતું. જે બીજી કોરોન લહેરમાં શહેરી વિસ્તારો સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણ ઝડપ થી ફેલાઈ રહ્યું છે. જીલ્લામાં વધતા જતાં કોરોના સંક્રમણને જોતા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આરોગ્યલક્ષી સેવાઓને પહોંચી વળવા માટે બેડની સંખ્યા વધારી છે. સાથે ખાનગી હોસ્પિટલોને પણ ૧૫ જુન સુધી કોવિડ સારવાર માટે છુટ આપવામાં આવી છે. તેમ છતાં કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં જગ્યા નથી મળી રહી તેવી સ્થિતી જોવા મળી રહી છે. પંચમહાલ જીલ્લામાં કોરોનાની બીજી લહેરની ધાતક અસર અને ઝડપી ફેલાતા સંક્રમણ વચ્ચે પણ ગ્રામ્ય વિસ્તારોમાં લગ્નસરાની મોસમ પુરજોરમાં ચાલી રહી છે અને આવા લગ્ન પ્રસંગોમાં કોરોના ગાઈડ લાઈન મુજબ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન થઈ રહ્યું નથી. પરિણામે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણની પ્રભાવિત થયા છે. કોરોના મહામારીના બીજા સ્ટે્રનમાં સંક્રમણ ઝડપ થી ફેલાઈ રહ્યું છે અને જ્યારે યુવાનો અને બાળકો પણ કોરોના સંક્રમણનો ભોગ ઝડપથી બની રહ્યા છે. તેમાં પણ કોરોન સંક્રમણનો ભોગ બનતા યુવાનો મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો તે જોતાં આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર ચિંતીત બન્યું છે. લોકોને કોરોના મહામારીમાં સંક્રમણ થી બચવા માટે માસ્ક પહેરવા સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તેમજ કોરોના વેકસીન લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે લોકો સંક્રમણ થી બચવા કોરોના ગાઈડ લાઈનની અમલવારી કરે તે જરૂરી છે.

ગોધરાના સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે વેઈટીંગ….

ગોધરા સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે વેઈટીંગ ચાલી રહ્યું છે. ગોધરા સ્મશાનગૃૃહમાં આવેલ ગેસ સંચાલિત ફરનેશ બીજી વખત ક્ષતિગ્રસ્ત થયો છે. છેલ્લા ૪૮ કલાક ઉપરાંતના સમયમાં ૧૮ મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે હાલ વેઈટીંગ ચાલી રહ્યું છે. ગોધરા સ્મશાન ગૃહમાં ૧ મૃતદેહના અગ્નિ સંસ્કારમાં થતા ત્રણ કલાક લાગે છે. ત્યાં સુધી અન્ય લોકોને વેઈટીંગમાં રહેવું પડે છે.

કુુંભમેળા માંથી આવેલ યાત્રિકોના આંકડા તંત્ર દ્વારા કેમ છુપાવવામાં આવે છે ?

હાલ કોરોના માજા મૂકીને ગોધરાવાસીઓ પર વરસી રહ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આંકડાની માયાજાળ રમી રહ્યું છે. હાલ આ સમયે કુંભ મેળા માંથી આવતા યાત્રિકોનું લીસ્ટ તંત્ર કેમ જાહેર કરતંું નથી. તે હાલ ચિંતાનો વિષય છે. શું કુંભ મેળા માંથી આવેલ યાત્રિકોને સંખ્યા વધારે છે કે પછી આવેલ યાત્રિકોમા કોરોના સંક્રમણ વધારે છે. તે હાલ તંત્ર આ વાતને લઈ કોઈપણ માહિતી આપવા તૈયાર નથી. માત્ર ગોળ ગોળ વાતો કરી મીડીયા કર્મીઓનું ધ્યાન ભટકાવી રહ્યા છે.