ભોપાલ,
મયપ્રદેશના સતના જિલ્લામાં નિર્ભયા કેસ જેવી ઘટના સામે આવી છે. ૧૧ વર્ષની બાળકી સાથે ગેંગરેપ બાદ આરોપીએ બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં સળિયો નાખ્યો હતો જે પછી તેને હાલત ગંભીર થતા તેને રીવાની હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. ૨૮ જુલાઈની સવારે સવારે મૈહર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧૧ વર્ષની બાળકી ઘાયલ અવસ્થામાં મળી આવી હતી. પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગઇકાલથી ગુમ થયેલી સગીરા ગંભીર હાલતમાં લોહીથી લથપથ હાલતમાં મળી આવી હતી. ઘટનાની જાણ થતાં જ એસડીએમ અને એસડીઓપી પોલીસની સાથે મૈહર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. પોક્સો એક્ટ હેઠળ બળાત્કાર સહિતનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં બે શકમંદોની ધરપકડ પણ કરી છે. પોલીસ ધરપકડ કરાયેલા શકમંદોની પૂછપરછ કરી રહી છે.
મૈહરના એસડીઓપી લોકેશ ડાવરે જણાવ્યું કે પીડિતા સવારે ૭ વાગ્યે મંદિર તરફ જઈ રહી હતી. આ દરમિયાન બે આરોપીઓએ તેને પકડીને નજીકની ઝાડીઓમાં લઈ ગયા હતા જ્યાં તેની પર રેપ કર્યો હતો. જે પછી આરોપીઓએ તેના પ્રાઈવેટ પાર્ટમાં રોડ નાખ્યો હતો તેથી તેની હાલત ગંભીર બની હતી. પીડિત પરિવારની ફરિયાદ પર કેસ નોંધીને બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે. પીડિતાની સારવાર કરનાર ડોક્ટરોએ કહ્યું કે બચકા ભરવાને કારણે અને પ્રાઈવેટ પાર્ટમાં રોડ નાખવાને કારણે છોકરીનું શરીર કાળું પડ્યું છે. ઓપરેશને કરીને રોડ કાઢી લેવાયો છે તેમ છતાં પણ તેની હાલત ગંભીર છે.
ગેંગરેપના મામલામાં પ્રશાસને કડક કાર્યવાહી કરી છે. ઝડપાયેલા આરોપીઓ રવિ ચૌધરી (૩૧) અને અતુલ ભદોલિયાએ (૩૦) ગુનો કબૂલી લીધા બાદ આજે સવારે વહીવટી તંત્રએ આરોપીઓના ઘર તોડી પાડયા હતા. પોલીસની ટીમ બુલડોઝર લઈને પહોંચી હતી અને આરોપીનું મકાન તોડી પાડ્યું હતું. સાથે જ પીડિતાનું ઓપરેશન રીવામાં કરવામાં આવ્યું છે. જો કે તેની હાલત નાજુક છે. તેને એરલિટ કરીને દિલ્હી લાવવાની યોજના બનાવવામાં આવી રહી છે.
મયપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. ટ્વિટર પર તેમણે લખ્યું, મને મૈહરમાં આપણી દીકરી પર બળાત્કારની માહિતી મળી છે, મારું હૃદય પીડાથી ભરેલું છે, હું વ્યથિત છું. મેં પોલીસને સૂચના આપી છે કે કોઈ પણ ગુનેગાર છટકી ન જાય. પોલીસે ગુનેગારોની ધરપકડ કરી લીધી છે. પ્રશાસનને સૂચના આપવામાં આવી છે કે દીકરીની યોગ્ય સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવે. કોઈ ગુનેગારને છોડવામાં નહીં આવે, કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્યના પૂર્વ સીએમ અને પ્રદેશ કોંગ્રેસ અયક્ષ કમલનાથે દુ:ખ વ્યક્ત કરીને શિવરાજ સરકાર પર નિશાન સાયું છે. મૈહરમાં એક નાની બાળકી પર બળાત્કારની ઘટના ખૂબ જ નિંદનીય છે. બાળક સાથે નિર્ભયા કેસની જેમ અમાનવીય વર્તન કરવામાં આવતું હોવાની પણ ચર્ચા છે. રાજ્યમાં છોકરીઓ પર અત્યાચારની ઘટનાઓએ સાબિત કરી દીધું છે કે શિવરાજ સરકાર બહેન-દીકરીઓને સુરક્ષા આપવામાં સદંતર નિષ્ફળ રહી છે. હું મુખ્યમંત્રી પાસે માંગ કરું છું કે દીકરીને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે અને તેને તાત્કાલિક એક કરોડ રૂપિયાની આથક સહાય આપવામાં આવે. જિલ્લા કલેક્ટરે પીડિત પરિવારને ૫ લાખ રૂપિયાનો ચેક આપ્યો છે અને પ્રશાસન તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આ કેસ પર નજર રાખી રહ્યા છે.