ગ્વાલિયર,
ક્રિશ્ર્ચન યુવતી અંજુ હવે પાકિસ્તાનમાં જઈને ફાતિમા બની ગઈ છે. તેણે દિરબાલાના ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ઈસ્લામ ધર્મ કબૂલ કરી લીધો છે. સાથે જ સોશિયલ મીડિયા ફ્રેન્ડ નસરુલ્લાહ સાથે નિકાહ પણ કર્યા છે. આ દરમિયાન નિકાહ નામામાં તેણે સ્પષ્ટ લખ્યું છે કે તે પોતાની મરજીથી ઈસ્લામ ધર્મ કબૂલ કરી રહી છે. તેના પર કોઈએ દબાણ કર્યું નથી. આ દરેક બાબત પાકિસ્તાન સોશિયલ મીડિયા દ્વારા જ સામે આવી છે
ગ્વાલિયરના ટેકનપુર બૌના ગામમાં પિતા ગયા પ્રસાદ થોમસ સાથે અંજુએ એક દિવસ પહેલાં આ સમગ્ર કાંડ પછી પહેલીવાર વાત કરી છે. આ વાતચીતમાં પિતાએ વોઇસ મેસેજ કર્યો છે કે અંજુ મારે તારી સાથે પહેલી અને છેલ્લીવાર વાત કરવી છે. આ મેસેજના રિપ્લાયમાં અંજુએ રડતાં ઇમોજીનો સિમ્બોલ મોકલ્યો અને સોરી પપ્પા કહ્યું. ભાસ્કરે ટેકનપુરના બૌના ગામ પહોંચીને આ સંપૂર્ણ વાતચીતની હકીક્ત જાણી છે.
પિતા: વૉઇસ મેસેજ- અંજુ મારે તારી સાથે પહેલી અને છેલ્લીવાર વાત કરવી છે.
અંજુ: ત્રણ-ચાર લાઈનમાં રડતું ઇમોજી મોકલ્યું અને સોરી પપ્પા લખ્યું
અંજુ: પપ્પા એવું કંઈ નથી આ બધી અફવા છે
અંજુ: મારી એન્જલ(દીકરી) કેમ છે?
અંજુ: તેને સમજાવો કે મા તેને ખૂબ પ્રેમ કરે છે.
અંજુ: પછી હાથ જોડવાના પ્રતીક સાથે રડતું ઈમોજી મોકલે છે.
અંજુ: હું તેની દુશ્મન નથી, ઝ્રછન્ન્ સ્ઈ, ૈં છસ્ ઉછ્ંૈ, પપ્પા
પિતા: કોલ કર્યો ત્યારે અટેન્ડ કર્યો નહીં, પછી વોઇસ મેસેજ કરે છે મારે તારી સાથે વાત કરવી છે.
વાતચીતમાં અંજુએ કેમ એવું કહ્યું કે બધું અફવા છે
વ્હોટ્સએપ પર ચેટ કર્યા બાદ અંજુએ પાકિસ્તાની નંબર પરથી પિતાના મોબાઈલ પર કોલ કર્યો. આ પછી તેણે તેના પિતા સાથે વાત કરી. અંજુ ઉર્ફે ફાતિમાના પિતા આ વાતચીત પર કંઈ કહી રહ્યા નથી, પરંતુ જાણવા મળ્યું છે કે અંજુએ તેના લગ્નના સમાચારને અફવા ગણાવ્યા છે. તેનું કહેવું છે કે એવું કશું જ નથી તે (નસરુલ્લાહ) તેનો મિત્ર છે. તેના પછી લાઇન કટ થઈ ગઈ અને મેસેજ આવે છે કે નેટવર્ક પ્રોબ્લેમ છે, પરંતુ અંજુ લગ્નના સમાચારને અફવા જણાવતા નવી ચર્ચા ફરી ઊઠી છે. અત્યારસુધી તેણે ધર્મ કબૂલ કરવા અને લગ્નના સમાચાર પાકિસ્તાની મીડિયા દ્વારા જ સામે આવ્યા છે.
અંજુએ વ્હોટ્સએપ પર ચેટ કરતી વખતે તેના પિતાને વારંવાર રડતા ઇમોજી મોકલ્યા છે અને લગ્નના સમાચારને અફવા ગણાવ્યા છે. આને શું સમજવું? પાકિસ્તાન પહોંચ્યા પછી અંજુ કોઈ દબાણમાં છે? ફાતિમા બનવાથી લઈને તેના લગ્નના સમાચાર માત્ર દેખાડો છે. જોકે આ મામલે અત્યારે કોઈ નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી.
અંજુ ૩૦ દિવસના વિઝા પર પાકિસ્તાન ગઈ છે. તે ૨૧ જુલાઈએ ભારતથી પાકિસ્તાન પહોંચી હતી. હવે તેને ૨૦ ઓગસ્ટે ભારત પરત ફરવાનું છે. અંજુના ભારત પરત ફરવા પર તેણે અહીં મીડિયાની સાથે સુરક્ષા એજન્સીઓના પ્રશ્ર્નોના જવાબ આપવા પડશે. આ પછી તે તેના પરિવારને મળવા પહોંચશે.
અંજુના પિતા ગયા પ્રસાદે અંજુ સાથે વાત કરતાં સ્પષ્ટ જણાવી દીધું કે તે ભારત આવે તો મારી પાસે કે મારા ઘરે બિલકુલ ના આવે. અંજૂના કારણે હું ખૂબ જ પરેશાન થયો છું. તેમનું કહેવું છે કે વોઇસ મેસેજ કરતા સમયે કે વાત કરતા સમયે મેં તેને દીકરી કહીને બોલાવી પણ નથી. તેનું નામ લઇને જ વાત કરી છે. મારા માટે તે મરી ગઈ છે. મારે તેની સાથે છેલ્લીવાર વાત કરીને એ જ જાણવું છે કે તેણે આવું શા માટે કર્યું.
બૌના ગામ નિવાસી સતેન્દ્ર ગુર્જરના જણાવ્યા પ્રમાણે, અંજુએ ખૂબ જ ખોટું કામ કર્યું છે. તેનાથી ગામ સાથે જ આખો દેશ બદનામ થયો છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે આમાં ખોટું શું છે. ત્યારે તેમણે જવાબ આપ્યો કે બે બાળકો, પતિને આવી રીતે છોડીને પાકિસ્તાન જતું રહેવું અને ત્યાં લગ્ન કરવા એ ખોટું નથી તો શું છે. એટલે હવે ગામમાં અંજુ માટે કોઈ જગ્યા નથી. તેને અહીં રહેવા દેવામાં આવશે નહીં.