બૅંગ્લૉરું,
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની મુશ્કેલીઓ આ દિવસોમાં વધી ગઈ છે. કોંગ્રેસની ‘પાંચ ગેરંટી’ યોજના તેમના ગળામાં ફાંસો બની ગઈ છે. કર્ણાટક હાઈકોર્ટે એક મતદારની અરજી પર તેમને નોટિસ મોકલી છે. અરજીમાં સિદ્ધારમૈયા પર ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સાથે તેમને ગેરલાયક ઠેરવવાની માંગ કરવામાં આવી છે. જસ્ટિસ એસ સુનીલ દત્ત યાદવે તે અરજીના આધારે મુખ્યમંત્રીને નોટિસ મોકલી છે.
અહીં નોંધનીય છે કે કે એમ શંકર નામના મતદાતાએ તેમની (સિદ્ધારમૈયા) વિરુદ્ધ અરજી કરી હતી. શંકરે સોમેશ્ર્વરપુરા, કુડાનહલ્લીથી ગ્રામ પંચાયત સભ્ય તરીકે સેવા આપી છે. આ અરજીમાં મતદાતાએ કોર્ટ પાસે વરુણમાંથી સિદ્ધારમૈયાની ચૂંટણી જીતને રદ કરવાની માંગ કરી છે. આ સાથે તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો.
વાસ્તવમાં ચૂંટણી દરમિયાન કોંગ્રેસે તેના ઢંઢેરામાં પાંચ ગેરંટીનું વચન આપ્યું હતું. આ બાબત તેનાથી સંબંધિત છે. અરજદારે દાવો કર્યો હતો કે આ વચનો મુખ્ય પ્રધાનની સંમતિથી આપવામાં આવ્યા હતા અને તેનો હેતુ વરુણા મતવિસ્તારના મતદારોને સંતુષ્ટ કરવાનો હતો, જેનાથી તેઓ કોંગ્રેસ પક્ષના ઉમેદવારની તરફેણમાં મત આપવા માટે સીધી અસર કરે છે.
અરજીમાં કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ ૧૨૩(૨) હેઠળ લાંચરુશ્ર્વત ગણાવવામાં આવ્યો છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે સિદ્ધારમૈયાએ બંધારણની જોગવાઈઓ અને લોકોના પ્રતિનિધિત્વ કાયદાના નિયમો અને માર્ગદશકાનું ઉલ્લંઘન કર્યું છે. કોંગ્રેસ પાર્ટીએ તેના ઢંઢેરામાં કર્ણાટકના લોકોને આકર્ષવા માટે પાંચ ગેરંટીનું વચન આપ્યું હતું.
- ‘પાંચ ગેરંટી’ યોજના
- આ ગેરંટીઓમાં ‘ગૃહ જ્યોતિ’, ‘ગૃહ લક્ષ્મી’ ‘અન્ના ભાગ્ય’, ‘યુવા નિધિ’ અને ‘ઉચિતા પ્રાયણ/શક્તિ’નો સમાવેશ થાય છે.
- ગૃહ લક્ષ્મી મહિલાઓને દર મહિને રૂ. ૨૦૦૦
- અન્ના ભાગ્ય ગરીબી રેખા હેઠળના પરિવારના દરેક સભ્યને દર મહિને ૧૦ કિલો ચોખા
- યુવા નિધિ બેરોજગાર સ્નાતકોને બે વર્ષ માટે રૂ. ૩૦૦૦ અને બે વર્ષ માટે બેરોજગાર ડિપ્લોમા ધારકોને દર મહિને રૂ. ૧૫૦૦
- ગૃહ જ્યોતિ દરેક ઘરમાં ૨૦૦ યુનિટ મફત વીજળી
- સખી કાર્યક્રમ સરકારી બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરી
- વૃદ્ધે સિદ્ધારમૈયાની કાર રોકી
- બીજી તરફ એક વૃદ્ધે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની કાર રોકી હતી. વૃદ્ધે કહ્યું કે તે તેના ઘરની સામે કાર પાર્ક કરવાને લઈને ખૂબ જ ચિંતિત છે. છેલ્લા પાંચ વર્ષથી તેઓ તેના સમાધાનની માંગણી કરી રહ્યા છે પરંતુ તેમની સમસ્યાનું નિરાકરણ આવતું નથી. આ ઘટનાનો વીડિયો ગુરુવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વૃદ્ધ મુખ્યમંત્રીના કાફલાને અટકાવવામાં આવ્યો હતો. સીએમની કાર આગળ વડીલો ઉભા હતા. મુખ્યપ્રધાને કારના કાચ નીચા કરીને વૃદ્ધોની સમસ્યા સાંભળી હતી.