નવીદિલ્હી,
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૧૦ રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થઈ શકે છે. તેનું કારણ એક વર્ષમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં ૩૫ ટકાનો ઘટાડો છે. ૧૦ જુલાઈએ ક્રૂડ ઓઈલ ૩૫% સસ્તું થઈ ગયું હતું, પરંતુ આ દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો થયો નથી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ છેલ્લે એપ્રિલ ૨૦૨૨માં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો.
હાલમાં દેશના મોટાભાગના ભાગોમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયા અને ડીઝલ ૯૦ રૂપિયા પ્રતિ લીટરથી ઉપર છે. પેટ્રોલિયમનો છૂટક વેપાર કરતી ત્રણ સરકારી કંપનીઓ ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનનો નફો લગભગ ત્રણ ગણો વધી ગયો છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે આ કંપનીઓ હાલમાં પ્રતિ લિટર ૧૦ રૂપિયાની આસપાસ કમાણી કરી રહી છે.
ઇન્ડિયન ઓઇલે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં રૂ. ૧૩,૭૫૦નો નફો કર્યો છે. ગયા વર્ષે આ ત્રણ મહિનામાં ૧,૯૯૨ કરોડ રૂપિયાનું નુક્સાન થયું હતું.આઇઓસીએલ,બીપીસીએલ અને એચપીસીએલનો નફો ૨૦૨૩-૨૪માં રૂ. ૧ લાખ કરોડને પાર થઈ જશે. ૨૦૧૭ અને ૨૦૨૨ ની વચ્ચે આ કંપનીઓએ વાષક સરેરાશ ૬૦ હજાર કરોડનો નફો કર્યો હતો.તેમનો કુલ નફો ૨૦૨૨-૨૩ સુધીમાં રૂ. ૩૩,૦૦૦ કરોડથી ત્રણ ગણો થવાની ધારણા છે. કંપનીઓ પાસે પેટ્રોલિયમના ભાવમાં ૧૦ રૂપિયાનો ઘટાડો કરવાનો આશા છે
કોટક મહિન્દ્રા બેંકના વરિષ્ઠ અર્થશાી ઉપાસના ભારદ્વાજ કહે છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ હાલમાં પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લિટર ૧૦ રૂપિયાની આસપાસ કમાણી કરી રહી છે. આ દૃષ્ટિકોણથી, તેમની પાસે તેમની કિંમતો ઘટાડવા માટે પૂરતો અવકાશ છે. આમ કરવાથી અર્થતંત્રને ફાયદો થશે.
જૂન ૨૦૧૦ સુધી સરકાર પેટ્રોલની કિંમત નક્કી કરતી હતી અને દર ૧૫ દિવસે તેમાં ફેરફાર થતો હતો. ૨૬ જૂન, ૨૦૧૦ પછી સરકારે પેટ્રોલના ભાવ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ પર છોડી દીધું. એ જ રીતે ઓક્ટોબર ૨૦૧૪ સુધી સરકાર ડીઝલના ભાવ નક્કી કરતી હતી. ૧૯ ઓક્ટોબર ૨૦૧૪થી સરકારે આ કામ ઓઈલ કંપનીઓને સોંપી દીધું.
હાલમાં ઓઈલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત, એક્સચેન્જ રેટ, ટેક્સ, પેટ્રોલ અને ડીઝલના ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને અન્ય ઘણી બાબતોને યાનમાં રાખીને પેટ્રોલ અને ડીઝલની કિંમત રોજ નક્કી કરે છે.