દ્વારકામાં ધર્મયુદ્ધ છેડાયુંછઠ્ઠી ધજાના નિર્ણય પર બગડ્યા અબોટી બ્રાહ્મણો, વિવાદ નહિ ઉકેલાય તો કોર્ટમાં જશે.

દ્વારકા
દ્વારકાધીશ મંદિર માટે તાજેતરમાં એક ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો. ભગવાન દ્વારકાધીશજીના મંદિરના શિખર પર ધજા ચઢવાની પરંપરા પહેલીવાર બદલાઈ છે. હવેથી જગત મંદિરમાં ૫ને બદલે ૬ ધજા ચડાવવામાં આવશે. ત્યારે આ નિર્ણયનો મંદિર પર ધજા ચઢાવતા અબોટી બ્રાહ્મણો દ્વારા વિરોધ કરાયો છે. જગત મંદિર પર ધજારોહણ કરતા અબોટ બ્રાહ્મણ સમુદાયના ત્રિવેદી પરિવારે ધજા આરોહણનો નિર્ણય એક્તરફી લેવાયો હોવાનું જણાવ્યું, તેમજ તેનો વિરોધ પણ કર્યો. તેઓએ આ અંગે દેવસ્થાન સમિતિને નોટિસ ફટકારી છે. તેમજ ૩ દિવસમાં આ નિર્ણય અંગે ખુલાસો માંગ્યો છે. સાથે જ પોતાના સમુદાયના લોકોની સુરક્ષાને યાનમાં રાખીને કોર્ટના દરવાજા ખખડાવવાની પણ ચીમકી આપી છે

પંદર દિવસ પહેલા દ્વારકાધીશ જગતમંદિરના શિખર પર દરરોજ છ ધજાજી ચઢાવવાનો નિર્ણય જિલ્લા કલેકટર તેમજ દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિના ચેરમેન અશોક શર્માના અયક્ષસથાને મળેલી બેઠકમાં લેવાયો હતો. જે મુજબ, હવેથી દ્વારકાધીશના મંદિરના શિખર પર છ વજારોહણ થશે. આ માટે ધજાની ફાળવણી ઓનલાઈન પોર્ટલથી કરવામાં આવશે. ૧ નવેમ્બર, ૨૦૨૩થી પોર્ટલ શરૂ કરવામાં આવશે. જે માટે માસિક ડ્રો દ્વારા ભક્તો ધજા ફાળવવામાં આવશે. હાલમાં ચડાવવામાં આવતી પાંચમી વજા અને મંજૂર થયેલી છઠ્ઠી વજા માસિક ડ્રો દ્વારા ફાળવવામાં આવશે. આ ડ્રો દર મહિનાની ૨૦મી તારીખના રોજ કરવામાં આવશે. ડ્રો દરમિયાન દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિના સભ્ય હાજરીમાં ગુગળી બ્રાહ્મણ સમાજ દ્વારા કરવામાં આવશે. આ વ્યવસ્થા ઓનલાઈન પોર્ટલ કાર્યરત થવા સુધી ચાલુ રહેશે. પોર્ટલ શરૂ થયા બાદ વજાની ફાળવણી પોર્ટલ મારફતે કરવામાં આવશે.

વજાવાળા ત્રિવેદી પરિવાર અબોટી બ્રાહ્મણ જ્ઞાતિના લોકોનું કહેવુ છે કે, છઠ્ઠી ધજાના નિર્ણય વખતે અમારા પરિવારની કોઈ સહમતિ લેવાી નથી. અગાઉ તેઓને પ્રથમ મીટિંગમા બોલાવાયા હતા. પરંતુ બાદમાં તેમનો અભિપ્રાય ન લેવાયો. તેથી તેઓએ પોતાની સેટી અંગે સવાલો ઉઠાવ્યા છે. સાથે જ સલામતીની માગણી પૂરી નહિ કરાયે તો નાછૂટકે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ અંગે ન્યાયાલયની દાદ માગવાની પણ ચીમકી ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે, દ્વારકા મંદિરમાં અબોટી બ્રાહ્મણોને જ ધજા ચઢાવવાનો અધિકાર મળ્યો છે. તેથી તેમને વિશ્ર્વાસમાં લીધા વગર તંત્ર દ્વારા આ નિર્ણય લેતા મામલો વકર્યો છે. દ્વારકા મંદિરની વર્ષોથી પરંપરા છે કે રોજ મંદિરને પાંચ ધજા ચઢે. નિયમિત સમયે મંદિરમાં પાંચ ધજા ચઢતી હોય છે. મોટાભાગના મંદિરોમાં ધજા ચઢાવવા માટે સીડીઓ હોય છે કે મશીનના દ્વારા મંદિર પર ધજા લહેરાવાય છે. પરંતુ દ્વારકા મંદિરનું એવુ નથી. દ્વારકા મંદિરમાં આજે પણ પરંપરા મુજબ અબોટી બ્રાહ્મણો જ ધજા ચઢાવે છે. આ માટે પાંચથી ૬ પરિવારો છે, જેઓ વારાફરતી મંદિર પર રોજની ૫ ધજા ચઢાવવાનુ કામ કરે છે.