વોશિગ્ટન,
અમેરિકા અને યુરોપિયન દેશો સાથે સબંધ બગડતા રશિયા અને ચીને ઉત્તર કોરિયા સાથે નિકટતા વધારી છે. જેને પગલે વિશ્ર્વ આખું સ્તબ્ધ બન્યું છે. આ ત્રણેય દેશોની જુગલબંધી વિશ્ર્વની લોકશાહીને ખતરામાં મૂકી શકે છે તેવું નિષ્ણાંતો જણાવી રહ્યા છે.
ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં ગુરુવારે એક સૈન્ય પરેડ કાઢવામાં આવી હતી. આ દરમિયાન રશિયા અને ચીનના વરિષ્ઠ અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે મંચ પર દેખાયું. પરેડમાં પરમાણુ સક્ષમ મિસાઈલ અને શક્તિશાળી શો પ્રદશત કરવામાં આવ્યા હતા.
ઉત્તર કોરિયાએ અહેવાલ આપ્યો હતો કે કિમે ગુરુવારે સાંજે રશિયન સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઇગુ અને ચીનના શાસક પક્ષના અધિકારી લી હોંગઝોંગ સાથે લશ્કરી પરેડ નિહાળી હતી. આ દરમિયાન હજારો લોકો રસ્તા પર એકઠા થયા હતા. તેઓ સૈનિકો, ટેક્ધો અને વિશાળ આંતરખંડીય બેલેસ્ટિક મિસાઈલો વહન કરતા વાહનોને જોઈને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.પરેડમાં નવા વિકસિત સર્વેલન્સ પ્લેન અને કોમ્બેટ ડ્રોન પણ દર્શાવવામાં આવ્યા હતા. કિમ અને શોઇગુએ તાજેતરમાં એક શ પ્રદર્શનમાં પણ હાજરી આપી હતી, જેમાં આ એરક્રાટ અને ડ્રોન પ્રદશત કરવામાં આવ્યા હતા.
ઉત્તર કોરિયાના સંરક્ષણ પ્રધાન કાંગ સુનના ભાષણનો અંશો પણ બહાર આવ્યા છે. જેમાં તેઓએ આ ઘટનાને ઐતિહાસિક ગણાવી હતી. કાંગે જણાવ્યું હતું કે યુએસ પ્રતિબંધોના જવાબમાં તેના સહયોગીઓ સામે આ ઘટના એક મોટી જીત છે.
રશિયા અને ચીનમાં પણ તાનશાહ જેવું જ સાશન છે. ચીનમાં લોકશાહીના મૂલ્યો જ નથી. જ્યારે રશિયામાં લોકશાહીના મૂલ્યો હોવા છતાં તેનું જતન થતું નથી. આવી સ્થિતિમાં આ બન્ને દેશોએ વિચિત્ર માનસીક્તા ધરાવતા કિમ જોંગ ઉન સાથે હાથ મિલાવતા હવે આ ત્રણેય દેશો કઈક નવું કરે તો નવાઈ નહિ.
ઉત્તર કોરિયા તેના તાનશાહ કિમ જોંગ ઉનના વિચિત્ર શાસનને કારણે વિશ્ર્વભરમાં કુખ્યાત છે. અત્યાર સુધી ઉત્તર કોરિયા એકલું હતું. તેને સંબંધોના નામ ઉપર માત્ર બાવળ વાવ્યા છે તેવું નિષ્ણાંતો કહે છે. પણ આ દેશને હવે ચીન અને રશિયાનો સહયોગ મળતા ઉત્તર કોરિયા વધુ ક્રૂર બનશે તેવી શકયતા છે.