વેજલપુર ગ્રામ પંચાયત પીવાનું પાણી પુરૂ પાડવામાં નિષ્ફળ : પાણી માટે વલખાં મારતા ગ્રામ જનો

રિપોર્ટર : નૂરબાલા

વેજલપુર,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જલ સે નલ યોજના અમલમાં મુકવામાં આવેલ છે અને આ યોજનામાં દરેક લોકોને જલ સે નલ યોજનામાં ઘરે ઘરે પીવાનું શુધ્ધ પાણી ગ્રામજનો સુધી પહોંચાડવાનું હોય છે. ત્યારે દુનિયામાં આજે સવાર થી અમૂલ્ય ચીજ હોય તો તે શુધ્ધ પાણી છે અને જળ એજ જીવન છે.

તેમ છતાં વેજલપુર ગામમાં નાના પટેલ વાડા વિસ્તારમાં કાદવ કીચડવાળું પાણી નળમાં આવે છે અને કેટલાક ઘરોમાં પીવાનું પાણી કેટલાક સમયથી મળતું ન હોવાથી નાના પટેલવાડા વિસ્તારના રહીશો અને મહિલાઓ સહિત ગ્રામ પંચાયતમાં પહોંચી જઈને હોબાળો મચાવ્યો હતો અને સરપંચ પતિ તલાટી પર ભારે રોષ સાથે સરપંચ પતિ અને તલાટી ઉપર સીધો આક્ષસેપ કર્યો હતો કે, તમારે માત્ર ગ્રાન્ટો વાપરવી છે અને ગામ નો વિકાસ કરવો નથી અનેક યોજનાઓ થી વંચિત વેજલપુર ગ્રામજનોને પીવાના પાણી માટે ભરઉનાળામાં ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે. વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા બે મહિના થી મોટા મોહલ્લા હોળી ચકલા વિસ્તારમાં ગટર લાઈન અને પીવાના પાણીની પાઇપલાઇનનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું અને આજ દિન સુધી કામ પુરૂ કરેલ ન હોવાથી કેટલાક લોકોની પીવાના પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે. બે મહિના કરતા વધુ સમય થી ગ્રામપંચાયત દ્વારા નાના પટેલ વાડા વિસ્તારમાં વિતરણ કરવામાં આવતા પીવાના પાણીમાં અસહ્ય દુર્ગંધ કીચડ સાથે ડોહળું પાણી વિતરણ કરવામાં આવતું હોય અને પીવાના પાણી સંદર્ભે સત્તાધીશોના કાન સ્થાનિકો દ્વારા વારંવાર આમળવા છતાં પરિણામ શૂન્ય આવતા પ્રચંડ લોકોમાં રોષ ફેલાયો છે. આજે આ વિસ્તારમાં મહિલાઓ અને રહીશો એકત્રિત થઈને ગ્રામ પંચાયતમાં જઈને રજુઆત કરી હતી. અમારા વિસ્તારમાં પીવાનું પાણી શુધ્ધ પાણી વિતરણ કરવા ઉગ્ર માંગ કરી હતી.