- વિવિઘ પરંપરા અને માન્યતા અનુસાર તાજીયા વિસર્જિત કરાયા…
મુસ્લિમ સમાજમાં મોહરમ પર્વને લઈને અનેરૂ મહત્વ રહેલું છે જેમાં રમજાન માસ પછી પવિત્ર માસ મોહરમ માનવામાં આવે છે અને આજ મોહરમ મહિનામાં ઇસ્લામના અનુ સેયાયી હજરત મોહમ્મદ સાહેબના નવાસા હજરત ઈમામ હુસેને મોહરમ માસના નવમીના દિવસે તેમની સેનાના જવાનો સાથે શહીદી વ્હોરી હતી.અને 10 મી એ આંસુરા તરીકે માનવામાં આવે છે જોકે આમતો હજરત ઈમામ હુસેનની શહાદત માટેની આ રાત કતલની રાત માનવામાં આવે છે ત્યારે તેને લઈને દેશ ભરના મુસ્લિમ અને સિયા લોકો આ મહિનાને ગમનો મહિના તરીકે માનવતા આવે છે અને મુસ્લિમ તેમજ સિયા કોમના લોકો આ મોહરમ મહિનાનો ચાંદ દેખાય ત્યાંથી ગમનો મહિનો માને છે અને મુસ્લિમ વિસ્તારોમાં સબીલ લગાવવામાં આવે છે એટલે કે લોકોને પાણી પીવડાવવામાં આવે છે.
સરબત તેમજ ઠંડાપીણાં વસ્તુઓ આપવામાં આવે છે અને નવમી અને દસમીના દિવસે મુસ્લિમ અને સિયા લોકો તાજીયાઓ બનાવી તેનું જુલુસ કાઢે છે અને દસમીની રાત્રીએ તે તાજીયાઓને ઠંડા કરાતા હોય છે તેમજ કેટલાક લોકો દ્રારા દફન એટલે કે જમીનમાં ખાડો ખોદી દાટી દેવાતા હોય છે તો કેટલાક લોકો આ તાજીઓને ઘરે લઈ જઈ અને મુકતા હોય છે અને મોહરમની દસમીના ચાલીસ દિવસ બાદ ફરીથી હજરત ઈમામ હુસેનની ચાલીસમી મનાવાતી હોય છે તે દિવસે પણ તાજીયાઓનું જુલુસ કાઢવામાં આવે છે અને ત્યાર બાદ કેટલાક લોકો દ્રારા ઠંડા કરી દેવામાં આવતા હોય છે તેવીજ રીતે દાહોદના કસ્બા ગોદીરોડ ઠક્કર ફળીયા ગોધરા રોડ જેવા વિસ્તારોમાંથી વિસર્જન તાજીયાનું જુલુસ કાઢવામાં આવ્યું હતું..