- તાલુકા ભાજપ પ્રમુખ, પોલીસનો વહીવટદાર, અને તાલુકા સભ્ય વચ્ચે થયેલી વાતચીત થઈ વાયરલ.
- ડીજે વગાડવું હોય તો ૧૫ હજાર રૂપિયા આપવાની વાત નક્કી થઈ?
- કોરોના સંક્રમણ અટકાવવા જિલ્લા કલેક્ટરે ડીજે પર પ્રતિબંધ કર્યો હતો.
ફતેપુરા,
ફતેપુરા તાલુકા સહિત દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા બાબતે દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડી દ્વારા ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જ્યારે ફતેપુરામાં ડીજે વગાડવા ૧૫ હજાર રૂપિયા પોલીસને આપવા પડે તેવો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ફતેપુરા તાલુકાના દાહોદ જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમણનો વધારો નોંધાઈ રહ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર સંક્રમણને અંકુશમાં લેવા માટે ધમપછાડા કરે છે. હાલમાં મહામારી ચાલી રહી છે જેમાં ડીજેમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં હોવાથી જિલ્લા કલેકટર વિજય ખરાડી દ્વારા ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેમાં ફતેપુરામાં લગ્ન પ્રસંગોમાં ડીજે વગાડવા માટે પોલીસને ૧૫ હજારનો હપ્તો આપવાનો છે.તેવો ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ફતેપુરા તાલુકા ભાજપ પાર્ટી પ્રમુખ, પોલીસ મથકનો વહીવટદાર કપિલ, ફતેપુરા તાલુકા સભ્ય વચ્ચે ડીજે વગાડવા માટે હપ્તો આપવાની પરમિશન લીધી છે. અને પોલીસ દ્વારા છૂટ આપવામાં આવી છે કોઈ કેસ કરવામાં નહિ આવે જે લોકો કોઈ હપ્તો નથી આપ્યો તેઓ સામે પોલીસ કાર્યવાહી કરશે જે બાબતની વાતચીતનો ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.જેને લઇને ખળભળાટ મચી જવા પામ્યો છે.
રામાભાઇ કોદરભાઈ પારગી (તાલુકા ભાજપ પ્રમુખ ફતેપુરા)
ફતેપુરા પોલીસ મથક નો વહીવટદાર કપિલ પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યો છે. ડીજે વગાડવા માટે પંદર હજાર રૂપિયા નક્કી કરી અને પરમીશન આપે છે. કલેકટર દ્વારા પ્રતિબંધ કરાયો છે તો આ વહીવટદારને સત્તા કોણે આપી? બધા માટે નિયમો સરખા હોવા જોઇએ. પોલીસ વહીવટદાર પ્રજાને લુંટી રહ્યો છે. તેની સામે તપાસ થવી જોઇએ.
સી.બી બરંડા (પીએસઆઇ ફતેપુરા)
ડીજે વગાડવાનું પ્રતિબંધ કરાયેલો છે. પોલીસ દ્વારા કોઈ હપ્તા વિશે વાત થઇ નથી.પોલીસને બદનામ કરવા માટે નુ કાવત છે. જે બાબતની તપાસ ચાલુ છે.