ઇન્ડિયાના નેતાઓએ પાકિસ્તાન, શ્રીલંકા અને ચીન જવું જોઈએ : રવિ કિશન

નવીદિલ્હી : મણિપુરમાં બનેલી ઘટનાને લઈને રોડથી લઈને સંસદ સુધી હંગામો ચાલી રહ્યો છે. દરમિયાન, વિપક્ષી ગઠબંધન ’ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇક્ધ્લુઝિવ એલાયન્સ’ ઇન્ડિયાના ઘટક પક્ષોના સાંસદોનું એક પ્રતિનિધિમંડળ ૨૯ અને ૩૦ જુલાઈએ હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેશે. આ અંગે બીજેપી સાંસદ રવિ કિશને કહ્યું કે વિપક્ષ જ્યાં ઈચ્છે ત્યાં જઈ શકે છે. તેમણે કહ્યું કે વિપક્ષે પાકિસ્તાન, શ્રીલંકા અને ચીન જવું જોઈએ.

પ્રહલાદ જોશીએ કહ્યું કે અમે તેમની પાસેથી રચનાત્મક સૂચનો લેવા તૈયાર છીએ, પરંતુ અચાનક તેઓ અવિશ્ર્વાસ પ્રસ્તાવ લાવ્યા. જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે અવિશ્ર્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરીશું અને અમારી પાસે સંખ્યા હોવાથી અમને કોઈ સમસ્યા નથી. જો તેઓ ઈચ્છે છે કે મણિપુર વિશેનું સત્ય બહાર આવે તો આનાથી સારું કોઈ પ્લેટફોર્મ નથી.