પાટણ, પાટણ વિસ્તારમાંથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. રાધનપુરના સુરકા ગામે વીજ કરંટથી એકનું દર્દનાક મોત નિપજ્યું છે અને ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે. સુરકા ગામે એક જ પરિવારના ૫ સભ્યોને વીજ કરંટ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં પ્રાથમિક માહિતી મળી રહી છે કે ઘરમાં બોર્ડની સ્વીચ ચાલુ કરતી વખતે આ ઘટના બની હતી.
સુરકા ગામે એકજ પરિવારના ૫ સભ્યોને વીજ કરંટ લાગ્યો છે, જેમાં ગામના પૂર્વ સરપંચ વીરચંદજી ઠાકોરનું મોત થયું છે તો પરિવારના અન્ય ૪ સભ્યો ઇજાગ્રસ્ત થયા છે. વીજ કરંટથી સુરકા ગામના પૂર્વ સરપંચનું મોત, તેમજ પત્ની, પુત્ર વધુ અને પૌત્ર, પુત્રીને ઈજા પહોંચી છે.
ઇજાગ્રસ્તોને રાધનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. મૃતકના મૃતદેહને પીએમ અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પૂર્વ સરંપચના મોતથી સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ છે.