વલસાડના ઉપરવાસમાં ધોધમાર વરસાદ, ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વલસાડના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી છે. ઔરંગ નદી 6 મીટરની ઉપર વહેતી થતા વલસાડનું હનુમાન ભાગડા ગામ સંપર્ક વિહોણું થયું છે. તો બીજી તરફ વલસાડના બંદર રોડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે.

વલસાડના કાશ્મીરનગર વિસ્તારમાંથી 35 લોકોને વહીવટી તંત્ર દ્વારા બચાવીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. SDRFની ટીમ અને વહીવટી તંત્રના અધિકારીઓની સાથે પાલિકાનો સ્ટાફ રાતભર ખડેપગે રહ્યો છે. આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા પાણી ભરાયા તે વિસ્તારોની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

તો બીજી તરફ ભારે વરસાદના પગલે દાદરા નગર હવેલીની સાકરતોડ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઉપરવાસમા ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવ્યું છે. ખાનવેલ વિસ્તારમાં ભારે વરસાદ થતા ચોતરફ પાણી ફરી વળ્યા છે. ભગતપાડા વિસ્તારમાં નદી કિનારેના દસથી વધુ ઘરો પાણીમાં ગરકાવ થઇ ગયા છે.

બીજી તરફ વલસાડના બંદર રોડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે એસડીઆરએફની ટીમ અને વહીવટી તંત્રના અધિકારીઓની સાથે પાલિકાનો સ્ટાફ રાતભર ખડેપગે રહ્યો છે. આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા પાણી ભરાયા તે વિસ્તારોની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.