દાહોદ, દાહોદ તાલુકા પોલીસે મંડાવાવ ગામે પટેલ ફળિયાની ખુલ્લી જગ્યામાં રાતે લાઈટના અજવાળે પત્તા પાના વડે રમાતા હાર્દિકના જુગાર પર ઓચિંતો છાપો મારી જુગાર રમી રહેલા પાંચ જણાને ઝડપી પાડ્યા હતા. જ્યારે સાત જેટલા ઈસમો નાસી ગયા હતા. પોલીસે દાવ પરથી તથા અંગઝડતીમાં મળી કુલ રૂપિયા 11,200/- ની રોકડ તથા ચાર મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 31,200 નો મુદ્દા માલ પકડી પાડી લીધાનું જાણવા મળે છે.
મંડાવાવ પટેલ ફળિયામાં રહેતા કલ્યાણસિંહ કાળુભાઈ માવી, કિરીટભાઈ ધનાભાઈ માવી, સુરેશભાઈ રાજુભાઈ માવી, શ્રવણભાઈ ગંજીભાઇ માવી, વિષ્ણુભાઈ ભીલાભાઇ ડામોર, આનંદભાઈ મોહનભાઈ માવી, બીલીયાભાઈ કાજુભાઈ માવી, અરવિંદભાઈ હાવસિંગભાઈ માવી, અશોકભાઈ દુલાભાઈ માવી, સંજય કમાભાઈ માવી, આશિષ જેન્યાભાઈ ભાભોર તથા રાહુલ બાબુભાઈ માવી વિગેરે ગત રાતે લાઈટના અજવાળે પોતાના ગામમાં પટેલ ફળિયામાં ખુલ્લી જગ્યામાં આપવાના પત્તા વડે હરજીતનો જુગાર રમતા હતા. તે વખતે તાલુકા પોલીસે છાપો મારી કલ્યાણસિંગ કાજુભાઈ માવી, કિરણ ધનાભાઈ માવી, સુરેશ રાજુભાઈ માવી, શ્રવણ ધનજીભાઈ માવી તથા વિષ્ણુ ભીલાભાઈ માવીને ઝડપી પાડ્યા હતા જ્યારે બાકીના સાત જણા નાસી જવામાં સફળ રહ્યા હતા.
પોલીસે દાવ પરથી તથા પકડાયેલ જુગારીઓની અંગ ધરતીમાંથી મળી રૂપિયા 11,200/- ની રોકડ તથા 20,000/- ની કિંમતના ચાર મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 31,200/- નો મુદ્દા માલ પકડી પાડી કબજે લઈ જુગારનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.