- સિક્લસેલ અને થેલેસેમિયા નાબૂદ કરવા આરોગ્ય વિભાગ સક્રિય છે- જીલ્લા કલેકટર ડો હર્ષિત ગોસાવી.
- ફોર્ટિફાઇડ ખાધ પદાર્થોના ફાયદા તેમજ થેલેસેમિયા અને સિકલસેલ એનીમિયા અંગે જાગૃતિ વર્કશોપ દાહોદ પંડિત દીનદયાળ ઓડીટોરિયમ ખાતે જીલ્લા કલેકટર ડો હર્ષિત ગોસાવીની ઉપસ્થિતિમાં યોજાયો.
દાહોદ, આ પ્રસંગે જીલ્લા કલેકટર ડો હર્ષિત ગોસાવી એ જણાવ્યું હતું કે,આજના વર્ક શોપનો ઉદ્દેશ્ય લોકોને ફૂડ ફોર્ટિફાઇડ વિશે જાણ કરવી અને લોકો જાગૃત થાય તે માટે યોજવામાં આવ્યો છે. દાહોદમાં એનીમિયાનાં કેસ વધારે જોવા મળે છે. જેના કારણે માતાનું સ્વાસ્થય બગડે છે. જેના લીધે બાળક ઓછા વજન વાળું જન્મે છે, તે માટે માતાએ ન્યુટ્રીશન વાળા ખોરાક ખાવો જરૂરી છે જેથી ન્યુટ્રીશનની કમી પૂરી થશે અને રોગપ્રતિકારક શક્તિ વધશે તે માટે ફોર્ટિફાઇડ ચોખા તંદુરસ્તી માટે ખૂબ જરૂરી છે.
વધુમાં કલેકટર એ જણાવ્યું હતું કે સિક્લસેલ અને થેલેસેમિયા નાબૂદ કરવા આરોગ્ય વિભાગ સક્રિય છે અને લોકોના ત્વરિત નિદાન થાય તે માટે આરોગ્ય વિભાગ પ્રયત્ન કરી રહ્યા છે.
આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ એ જણાવ્યું હતું કે, જીલ્લામાં એનીમિયા અને કુપોષણની સમસ્યા છે. ત્યારે હેલ્થનાં ડોક્ટર હોઈ કે સુપરવાઇઝર બહેન હોઈ તેમને આ કામ ડયુટી સમજી નહિ પરંતુ તેમના માટે આ પુણ્ય કરવાનો મોકો મળ્યો છે. ત્યારે કુપોષિત બહેનને સારો આહાર આપી કે જાણકારી આપી તેમનું સ્વાસ્થય સુધારી શકો છો. આ કાર્યક્રમમાં વક્તાઓ ધ્વારા પ્રેઝન્ટેશન રજુ કરી પુરતી સમજ આપાવામાં આવી.
આ પ્રસંગે ડીએફસીએસના ડેપ્યુટી ડાયરેક્ટર નીલા શાહ, જીલ્લા પુરવઠા અધિકારી મિતેશ વસાવા તેમજ વક્તાઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.