દાહોદ અર્બન હોસ્પિટલ પાછળ દિપડો દેખાતા ભયનો માહોલ

દાહોદ શહેરને અડીને આવેલા ળીયાતી ગામ વિસ્તારમાં રાત્રિના સમયે દીપડો દેખાતાં સમગ્ર પંથકમાં ભારે અફરા તફરી અને ભયનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને અર્બન હોસ્પિટલના પાછળના ભાગે આવેલા ખેતરો તથા રહેણાંક ઘરોની બાસપાસ દીપડો નજરે પડતાં સ્થાનિક રહીશોમાં ફાળ પડી હતી. દીપડો દેખાયાની જાણ થતાં જ વન વિભાગની ટીમ અને રેસ્ક્યુ રીમને તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવી હતી. વન વિભાગની ટીમે મોડી રાત્રે જ ખેતરો અને ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ શોધખોળ દરમિયાન ખેતરોમાંથી દીપડાના પંજાના નિશાન (પગલાં) મળી આવ્યા હતા, જે વિસ્તારમાં દીપડાની હાજરી હોવાની સૃષ્ટિ થઈ છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, દીપડાની સાથે તેનાં નાના બચ્ચાં પણ હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બચ્ચાં સાથે હોવાથી દીપડો વધુ

આક્રમક બની શકે તેવી સંભાવનાને ધ્યાને રાખીને વનવિભાગ વધુ સતર્ક બન્યું છે.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગ તથા સ્થાનિક તંત્ર દ્વારા રળીયાતી ગામ અને અર્બન હોસ્પિટલ આસપાસના વિસ્તારના લોકોને વિશેષ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે: રાત્રિના સમયે બિનજ‚રી બહાર ન નીકળવું તથા ખેતરો તરફ જવાનું ટાળવું. બાળકો અને પશુઓને સુરક્ષિત જગ્યાએ રાખવા. કોઈ પણ શંકાસ્પદ હિલચાલ કે દીપડો નજરે પડે તો તુરંત વન વિભાગનો સંપર્ક કરવો.