શેરબજારમાં તેજી અટકી, સેન્સેક્સ ૪૪૦ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી ૧૧૮ પોઈન્ટ ઘટીને બંધ

મુંબઇ, શેર બજાર બંધ ભારતીય શેરબજારમાં તેજીનો ટ્રેન્ડ હવે સમાપ્ત થઈ ગયો છે. કારોબારી સપ્તાહના ચોથા દિવસે બજારના બંને સૂચકાંકો ઘટીને બંધ થયા છે. બજાર બંધ થવાના સમયે સેન્સેક્સ ૪૪૦ પોઈન્ટ અને નિફ્ટી ૧૧૮ પોઈન્ટ ઘટીને બંધ થયો હતો. આજે રૂપિયો મજબૂતીની સાથે બંધ થયો હતો. બીએસઇ સેન્સેક્સ ૪૪૦.૩૮ પોઈન્ટ્સ અથવા ૦.૬૬ ટકા ઘટીને ૬૬,૨૬૬.૮૨ પર અને નિફ્ટી ૧૧૮.૪૦ પોઈન્ટ્સ અથવા ૦.૬ ટકા ઘટીને ૧૯,૬૫૯.૯૦ પર બંધ થયા છે.

સેન્સેક્સ પેકમાં સિપ્લા, આરઈસી, કોલગેટ, બિર્લ્સસોટ, સાઈજીન ઈન્ટરનેશનલ, ડીએલએફ, ટાટા કોમ, ડો. લાલ પેથલેબ, કેનેરા બેન્ક , સન ફાર્મા, મુથૂટ ફાઈનાન્સ ઉછાળા સાથે બંધ થયા હતા. જ્યારે એમએન્ડએમ, ટેક મહિન્દ્રા, વોડાફોન આઈડિયા, આરબીએલ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, નેસ્લે, બીપીસીએલ, બજાજ ફાઈનાન્સ, બંધન બેંક, એક્સિસ બેંકના શેર બંધ થયા હતા.

એશિયન બજારોમાં જાપાનનો નિક્કી ૦.૪૬ ટકા અને ચાઈનીઝ ઈન્ડેક્સ શેનઝેન ૦.૩૪ ટકા ઉપર હતો. દરમિયાન, યુરોપના બજારો ફ્રાન્સના સીએસી અને જર્મનીના ડીએએકસ બંધ થતાં વ્યાપકપણે નીચા બંધ રહ્યા હતા.

યુએસ ફેડ દ્વારા આજે વ્યાજ દરની જાહેરાત કરવામાં આવી હતી. ફેડ પહેલેથી જ સંકેત આપી ચૂક્યું છે કે વ્યાજ દરોમાં ૦.૨૫ ટકાનો વધારો થઈ શકે છે. દરમિયાન, વૈશ્ર્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ ૧.૦૧ ટકા વધીને બેરલ દીઠ યુએસડી ૮૩.૭૬ થયો હતો. એક્સચેન્જ ડેટા અનુસાર બુધવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારાએ રૂ. ૯૨૨.૮૪ કરોડના શેર ખરીદ્યા હતા.

ગુરુવારે રૂપિયો યુએસ ડૉલર સામે ૭ પૈસા વધીને ૮૧.૯૪ (અસ્થાયી) પર બંધ થયો હતો. તેનું કારણ યુએસ ફેડ દ્વારા વ્યાજ દરોમાં વધારો છે. ફેડરલ ઓપન માર્કેટ કમિટીએ વ્યાજ દરોમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કરીને ૫.૨૫-૫.૫૦ ટકાની રેન્જમાં વધારો કર્યો છે. જે ૧૬ વર્ષમાં સૌથી વધુ છે. ઇન્ટરબેંક ફોરેક્સ માર્કેટમાં આજે, યુએસ ડોલર સામે રૂપિયો ૮૧.૯૨ પર ખુલ્યો હતો અને દિવસના વેપાર દરમિયાન ૮૧.૯૧ થી ૮૨.૦૩ ની રેન્જમાં આગળ વધ્યો હતો. શુક્રવારે રૂપિયો ૮૨.૦૧ ના તેના પાછલા બંધ સ્તરથી ૭ પૈસા વધીને ૮૧.૯૪ (કામચલાઉ) પર બંધ થયો હતો.