મુંબઈ : અભિનેત્રી કંગના રનૌતે બોલીવુડના ગીતકાર જાવેદ અખ્તર સામે કરેલા ખંડણીના આરોપને કોર્ટે રદબાતલ કરીને જણાવ્યું હતું કે આવે કોઈ કેસ બનતો નથી.
વ્યક્તિને લેખિતમાં માફી માગવાનું કહેવું એ કીમતી દસ્તાવેજની વ્યાખ્યામાં નથી આવતું… કેમ કે આથી કોઈ કાનૂની અધિકાર બનતો નથી કે તેનો વ્યાપ વધતો નથી કે તેનું હસ્તાંતરણ થતું નથી કે નિયંત્રીત થતા નથી કે મુક્ત થતા નથી, એમ મેજિસ્ટ્રેટ કોર્ટે આદેશમાં નોંધ્યુંહતું.
અભિનેતા રિતિક રોશન સાથેના જાહેર વિવાદ વખતની વાતને લઈને જાવદ અખ્તર સામે કંગનાએ ફરિયાદ કરી હતી. જાવેદ અખ્તરે તેને અને તેની બહેન રંગોલીને તેમના જુહુના ઘરે બોલાવ્યા હતા અને ધાકધમકી આપીને સહકલાકારની લેખિતમાં માફી માગવાનું દબાણ કર્યું હતું. સહકલાકારની તરફેણમાં દસ્તાવેજ બનાવવાનું કહીને દબાણ કરાયાનો આરોપ કરાયો હતો.
કંગનાએ અખ્તર સામે તેના નૈતિક ચરિત્ર પર બિનજરૃરી નિવેદન કરીને હુમલો કર્યો હતો. અખ્તરે હેતુપૂર્વક પોતાની ગરીમાને ઠેસ પહોંચાડી હતી અને સહકલાકારના અંગત સંબંધ પર ટિપ્પણીઓ કરી હતી.
મેજિસ્ટ્રેટ આર. એમ. શેખે દલીલો અને નિવેદનોનો ઝીણવટપૂર્વક વિચાર કરીને નિર્ણય કર્યો હતો કે રનૌતે કરેલા આરોપોમાંથી બેમાં તથ્ય છે. આને પગલે મેજિસ્ટ્રેટે જાવેદ અખ્તરને પાંચ ઓગસ્ટે હાજર રહેવા સમન્સ બજવ્યા હતા.