ગોધરા, ગોધરા સાતપુલ સી સોસાયટીના રહેણાક મકાનમાં વેચાણ માટે માંસનો જથ્થો રાખેલ છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી 45,350/-રૂપીયાના મુદ્દામાલ ઝડપી પાડયો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરાના સાતપુલ સી સોસાયટીના રહેણાંક મકાનમાં માંસ (મટન)નો જથ્થો વેચાણ માટે રાખેલ છે. તેવી બાતમીના આધારે બી ડીવીઝન પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન 220 કિલો માંસનો જથ્થો, કુહાડી, વજનકાંટા, વજન કાટલા મળી કિંમત 45,350/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો. આ બાબતે બી ડીવીઝન પોલીસે મથકે મરીયમ સુલેમાન બાંડી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી.