લુણાવાડા, કાર ચાલકો કેટલી વખત બેફામ રીતે ક્યાંક ગફલત રીતે કાર ચલાવી કોઈને પણ નુકશાન પહોંચાડી રહ્યા છે કાર એટલી ભયાનક સ્પીડમાં ભટકાવી છે કે બે ગાયને ફંગોળી નાખી છે. જેમાં એક ગાયને તો 200 ફૂટ દૂર ફેંકી દીધી છે. કારના તો કચ્ચરઘાણ વળી ગયા પરંતુ કાર ચાલક તક મળતા ત્યાંથી ભાગી છૂટયો છે એક તરફ સમગ્ર ગુજરાતમાં પૂર ઝડપે કાર ચલાવીને નવ લોકોને કચડી નાખવાનો તથ્ય પટેલનો કિસ્સો ચર્ચાને ચકડોળે છે. આ ઘટનાના પગલે રાજ્યના ગૃહવિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ઓવરસ્પીડ અને નશામાં ડ્રાઇવ કરતાં ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરાયું છે પરંતુ હજુ પણ કેટલાક વાહન ચાલકો પોલીસને પણ પડકાર આપી રહ્યા છે. આવો જ કિસ્સો મહીસાગર જિલ્લા મુખ્ય મથક લુણાવાડા પાસે આવેલા દલુંખડીયા પાસેથી સામે આવ્યો છે. ગોધરા મોડાસા ચાર માર્ગીય રસ્તા પર દલુંખડીયા પાસે ઈયોન ગાડીના ચાલકે પુરપાટ ઝડપે ગફલતભરી રીતે હકારતા હાઇવેની સાઈડ ઉપર ચાલતા બે અબોલા પશુઓને બાનમાં લીધા હતા. ગાડીની સ્પીડ અબોલા પશુઓના ઢસડાયેલા મૃતદેહને તેમજ ગાડીના આગળના ભાગના કુચ્ચા ઊડી ગયેલા દ્રશ્યો જોતાં ગાડી ખૂબ ઓવર સ્પીડમાં ભટકાઈ હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ ઘટના સ્થળે ઉપસ્થિત લોકચર્ચા પ્રમાણે ગાડી ખુબ જ સ્પીડમાં હતી અને લીંમડીયા તરફના રોડ ઉપરથી આવી રહી હતી. જેણે ધડાકાભેર બે અબોલા પશુઓને જોરદાર ટક્કર મારી હતી. જેમાં બંને અબોલા પશુઓમાં ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે. ચર્ચા એવી પણ ચાલી રહી છે કે આ ચાલક સરકારી કર્મચારી હોય અને તેણે નશો કરેલો હોય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. હાલ તો ચાલક તેને પહોંચેલી ઇજાઓને લઈ કોઈક હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચ્યો છે ત્યારે બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી છે. અકસ્માત સર્જેલી કારને સાઈડ પર ખસેડી છે અને આગળ ની તાપસ હાથ ધરી છે.