મણિપુરની હિંસા અને મહિલાને નિર્વસ્ત્ર કરી પરેડ કરાવવા સામે આક્રોશ,એનએસયુઆઇએ કેન્ડલ માર્ચ યોજી વિરોધ કર્યો

મણિપુરમાં હિંસા અને મહિલાને નિર્વસ્ત્ર કરી પરેડ કરાવવામાં આવી હતી. જે ઘટનાની નિંદા સમગ્ર દેશભરમાં કરવામાં આવી છે. મણિપુરની ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેને લઇને સમગ્ર દેશમાં લોકોમાં રોષ છે. જેને લઇને અમદાવાદમાં NSUI દ્વારા વિરોધ સાથે કેન્ડલ માર્ચ યોજી હતી. કેન્ડલ માર્ચ સુધી અમદાવાદ યુનિવર્સિટી સુધી રેલી યોજવામાં આવી હતી.

મણિપુરમાં મહિલા પર થયેલા અત્યાચારનો દેશભરમાં વિરોધ થયો છે, ત્યારે અમદાવાદમાં પણ તેનો વિરોધ કરવામાં આવ્યો છે. ગુજરાત NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટીથી અમદાવાદ યુનિવર્સિટી સુધી રેલી યોજવામાં આવી હતી. હાથમાં બેનર લઈને રેલી કાઢવામાં આવી હતી. NSUIના કાર્યકરોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.રેલી અમદાવાદ યુનિવર્સિટી સુધી પૂરી થઈ હતી ત્યારબાદ કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી.

આ અંગે NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે મણિપુરમાં હિંસા ફાટી નીકળી છે,આ ઉપરાંત મહિલાને નિર્વસ્ત્ર કરવામાં આવી છે. જે દેશના લોકો માટે ખૂબ જ દુઃખદ અને શરજનક ઘટના છે.ભાજપની સરકાર હોવા છતાં કેન્દ્ર કે રાજ્ય સરકારે ચૂપ છે, જેથી અમે આજે વિરોધ કર્યો છે.