ગ્રીસના ઘણા જંગલો બળી રહ્યા છે: આગ ઓલવતી વખતે વિમાન ઝાડ સાથે અથડાયું, ક્રેશ થયું; બે પાયલોટ માર્યા ગયા

ઇવિયા, ગ્રીસ દાયકાઓમાં તેની સૌથી ખરાબ ગરમીના મોજાનો સામનો કરી રહ્યું છે. જેના કારણે અહીંના જંગલોમાં ભીષણ આગ લાગી છે. દરમિયાન, ઇવિયા ટાપુ પર જંગલમાં લાગેલી આગને ઓલવતી વખતે મંગળવારે ગ્રીક એરફોર્સનું એક અગ્નિશમન વિમાન ક્રેશ થયું હતું. જેના કારણે એરક્રાફ્ટમાં સવાર બે પાયલોટના મોત નીપજ્યા હતા.

આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે સીએલ-૨૧૫ એ એરક્રાફ્ટને ઇવિયા ટાપુ પર પાણી છાંટતા બતાવ્યું. વિમાનનો એક ભાગ ઝાડની ડાળીમાં ફસાઈ ગયો. થોડી જ વારમાં તે ક્રેશ થઈ ગયો. ફાયર વિભાગે જણાવ્યું કે આગ રવિવારે એવિયા ટાપુના જંગલોમાં લાગી હતી. પ્લેન તેને ઓલવવામાં મદદ કરી રહ્યું હતું, પરંતુ તે એવિયાના એક ગામ પ્લેટનિસ્ટો પાસે ક્રેશ થયું હતું. પ્રવક્તા યાનિસ આર્ટોપિયોસે જણાવ્યું કે આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. તમને જણાવી દઈએ કે, અવિયામાં લાગેલી ભીષણ આગને બુઝાવવા માટે ઓછામાં ઓછા ત્રણ એરક્રાફ્ટ રોકાયેલા છે. ૧૦૦ થી વધુ અગ્નિશામકો ત્યાં રોકાયેલા છે.

ગ્રીસની વાયુસેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, કેન્ડેર સીએલ ૨૧૫ રેનિંગ પ્લેન ક્રેશ થયું છે. આ ઘટના મંગળવારે બપોરે ૨.૫૨ કલાકે બની હતી. ઘટના બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે બાદ જાણવા મળ્યું હતું કે વિમાનના પાયલટ અને કો-પાયલટનું મૃત્યુ થયું છે.

ગ્રીસમાં ભારે ગરમી છે, જેના કારણે અહીંના જંગલો આગની લપેટમાં આવી રહ્યા છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. આગ એટલુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે કે તમામ રહેણાંક વિસ્તારો પણ તેની લપેટમાં આવી ગયા છે. હજારો લોકો રોડ્સ ટાપુ છોડી ગયા છે. સાથે જ પ્રવાસીઓ આગથી બચવા માટે અહીં-તહીં દોડી રહ્યા છે. ડબલ્યુડબલ્યુએફ ગ્રીસના જણાવ્યા અનુસાર, માત્ર પાછલા સપ્તાહમાં જ દેશમાં આગને કારણે ૩૫,૦૦૦ હેક્ટર (૮૬,૫૦૦ એકર) જંગલ અને અન્ય જમીન બળીને ખાખ થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજધાની એથેન્સમાં ગરમી ૪૧ ડિગ્રી સેલ્સિયસ અને મધ્ય ગ્રીસમાં ૪૪ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આશંકા છે.

રોડ્સના જંગલમાં લાગેલી આગને કાબુમાં લેવા અને લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ફાયર ફાઈટરો કામે લાગ્યા છે. જમીન અને સમુદ્ર દ્વારા સ્થળાંતર ચાલુ છે. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે ગ્રીસમાં આ પહેલીવાર છે જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકોને જંગલમાં લાગેલી આગને કારણે ઘર છોડવું પડ્યું હોય. તમને જણાવી દઈએ કે, રોડ્સ ગ્રીસનું સૌથી લોકપ્રિય સ્થળ માનવામાં આવે છે, જ્યાં બ્રિટન, જર્મન અને ફ્રાન્સના લોકો રજાઓ ગાળવા આવે છે.