મહિસાગર જીલ્લાનાં ખેડૂતોએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રાકૃતિક ખેતી અંગેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું

  • સંયુક્ત ખેતી નિયામક વડોદરા ના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક ખેતીની શિબિર કંતાર ગામે યોજવામાં આવી

મહિસાગર, હાલ ખરીફ ઋતુમાં વાવેતર પૂરઝડપે શરૂ કરી ખેડૂતો ખેતીની પ્રવૃત્તિમાં ઓતપ્રોત થઈ જોતરાયેલ છે. પ્રાકૃતિક ખેતીની હાલના સમયમાં તાતી જરૂર હોય એવા સંજોગોમાં સંયુક્ત ખેતી નિયામક વડોદરાના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક ખેતીની શિબિર કંતાર ગામે યોજવામાં આવી હતી.

જેમાં સંયુક્ત ખેતી નિયામકએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવી ગ્રામ પંચાયત દીઠ 75 ખેડૂતો ખેતી કરે તેવા આશયથી પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપ્યું હતું. ખેડૂતો પોતાની થોડીક જમીનમાં પણ પ્રાકૃતિક ખેતી કરે તે અંગે જણાવ્યું હતું.

સંયુક્ત ખેતી નિયામક તેમજ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા ડીપીડી ,લુણાવાડાના બીટીએમ અને એટીએમ દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની પ્રત્યક્ષ ખેત મુલાકાત કરી હતી. જેમાં પ્રાકૃતિક ખેતીમાં લીંબુની પ્રાકૃતિક અને ખેતી કરતા ખેડૂતનો તેમજ મકાઈ અને મિશ્ર પાકની ખેતી પદ્ધતિ પણ નિહાળી હતી. આ અંગે તાજેતરની માર્કેટીંગ વ્યવસ્થા અને ખેડૂતો દ્વારા તેમ જ એફપીઓ જેવા માધ્યમો થકી માર્કેટીંગનું માર્ગદર્શન આપ્યું અને આ પ્રમાણે ખેત પેદાશોની નિકાસ થકી ખેડૂતોને વધારે પ્રમાણમાં ઉપજ અને આવક મળી રહે તેવું માર્ગદર્શન અપાયુ.

ખેડૂતોએ અને સંયુક્ત ખેતી નિયામકએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રાકૃતિક ખેતી અંગેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમના સમાપન બાદ ખેડૂતો સાથે વાર્તાલાપ કરી અને પ્રાકૃતિક ખેતી અંગે ના પ્રશ્ર્નો નિરાકરણ અને ગાય આધારિત ખેતી કરવા માટેનું જરૂરી માર્ગદર્શન તેમજ જે ખેડૂતો પાસે ગાય નથી અથવા અન્ય વિકલ્પમાં જીવામૃત બીજામૃત અન્ય બનાવટો માટેનો સ્ત્રોત મેળવવા કેવી રીતે આયોજન થઈ શકે તે અંગેની માહિતી ખેડૂતોને આપી.