દાહોદ જીલ્લાના સંજેલી આઈસીડીએસ કચેરી ખાતે પટ્ટાવાળાના પગાર માટે દોઢ વર્ષથી ધરમ ધક્કા

  • ક્લાર્ક દ્વારા પગારના બીલો બનાવિ પણ પેમેન્ટ પોતે લઈ લીધા હોવાનો આક્ષેપ.
  • 3 મહિનાનો પગાર ના આપતાં અનેક વાર શભમતમા મૌખિત રજુઆત.
  • સંકલિત બાળ વિકાસ યોજના કચેરીમાં ક્લાર્ક દ્વારા પટ્ટાવાળા ના બીલો બનાવી પાસ કરી બારોબાર ચાવ કરિયા હોવાની ચર્ચા.
  • વાવચર બિલ બની ગયું છે કાલે જમા કરાવીશ એટલે કાલે થઈ જશે પણ ક્લાર્ક ની કાલ હજી પડતી નથી.

દાહોદ, સંજેલી તાલુકામાં 137 જેટલી આંગણવાડી કેન્દ્ર આવેલા છે. મોટા ભાગની કામગીરી ઓફિસ પર કરવાની હોય છે. તેને લઈને ઓફિસના કર્મચારી દ્વારા પ્રાઇવેટ પટ્ટાવાળો રાખી ત્રણથી વધુ માસ રાખી ફક્ત એક જ માસનો પગાર આપી પટાવાળાને લેગ્યુલર તને કરી દઇશું કહી 25 હજારની માંગણી કરવામાં આવી હતી, પણ પટ્ટાવાળાએ 25 હજાર આપવાની ના પાડતા ICDS નાકર્મચારી દ્વારા કહેવામાં આવ્યું કે, તારે ડોક્યુમેન્ટમાં લોચા છે કહી તારે આટલા આપવા પડશે, તેટલા આપવા પડશે, કહી પટાવાળાએ રકમ આપવા ના પાડતા પટાવાળાને ખદેડી મૂકી બારોબાર બીજા પટાવાળાને રાખી લેતા અનેકવાર મૌખિક રજૂઆત કરવામાં આવી છે. પણ ICDS દ્વારા કોઈ પણ યોગ્ય જવાબ ના આપતાં હેરાન થયેલા પટાવાળાએ 3 મહિનાના બાકી રહેલો પગાર માંગતા ક્લાર્ક દ્વારા આજે કાલે કરતા 2 વર્ષ થયાં પટાવાળાનો પગારનું બિલ વાઉચર તો બનાવીયું પણ બિલ પોતાના ખાતામાં જમા કરાવી દેવાયું કે શુ? પગાર બાબતે અનેકવાર આઈસીડીએસ વિભાગને જાણ કરાતા એકબીજાને ખો આપી રહ્યા છે. જાણે આ બાબતની કોઈને ખબર જ ના હોય તેમ અલગ અલગ જવાબ આપવામાં આવી રહ્યા છે. જ્યારે 1 વર્ષ અગાઉ આ બાબતે સંજેલી ICDSમાં ક્લાર્ક તરીકે ડામોરનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે, તેમનું બિલ વાઉચર બની ગયું છે. બે દિવસમાં હું સંજેલી આવીશ જમા કરાવી દઉં છું, તમે ટેન્શન ના લો તેમ કહી તેમને એક વર્ષ ઉપરાંત ટાઈમ હોવા છતાં આજ દિન સુધી પટાવાળાના પગાર આપ્યો નથી. આઇસીડીએસ કચેરી દ્વારા કોઈ પણ યોગ્ય જવાબ આપવામાં આવતો નથી. ફક્ત કામ કરાવી અને બીલો બારોબાર ચાંઉ કરતા હોવાની સંજેલી નગરમાં ચારેય કોર ચર્ચાનો વિષય બન્યો છે.