દાહોદ, દાહોદ, તા.24/07/23, દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત N.S.S સ્ટુડન્ટ યુનિયન તથા પંચ પ્રકલ્પ દ્વારા વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કુલ 30 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને કોલેજના પ્રોફેસર ડો. કે.ટી. જોશી તથા ડો. દિગ્વિજયસિંહ રાણા દ્વારા અભિવાદન તેમજ શુભકામનાઓ પાઠવી હતી. વક્તૃત્વ સ્પર્ધામાં ભાટીયા સૂચિ, નિબંધ સ્પર્ધામાં હઠીલા કિંજલ અને ચિત્ર સ્પર્ધામાં સોલંકી ઉમેશએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ વિદ્યાર્થીઓ તા. 27/07/2023 નારોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, વિંઝોલ ખાતે ભાગ લેશે. આ કાર્યક્રમમાં નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના કાર્યકારી આચાર્ય ડો. ભરત બોદર, ડો.હરીશ પંચાલ તથા કિર્તનભાઈ પિત્રોડા દ્વારા નિર્ણાયક તરીકેની ભૂમિકા અદા કરી હતી. આ સમગ્ કાર્યક્રમનું આયોજન કોલેજના N.S.S પ્રોગ્રામ ઓફિસર ડો. શ્રેયસ પટેલ તથા રાહુલ ગોહિલ દ્વાર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના કાર્યકારી આચાર્ય ડો. ગૌરાંગ ખરાદી, કોલેજ પરિવારના સ્ટાફ સભ્યો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાય હતા.