દાહોદ, ત્રણેક માસ અગાઉ દાહોદના ઓવરબ્રીજ પાસે રામાહોટેેલ નજીક રોડ પર રાતના સમયે બનેલ ચેઈન સ્નેચીંગના બનાવમાં દાહોદ બી ડીવીઝન પોલીસે ત્રણ પૈકી એકની ધરપકડ કરતા તેની પુછપરછમાં સોનાની ચેન દાહોદની એક સોનીની દુકાનમાં વેંચી હોવાનું જણાવતા પોલીસે તુપાસનો દોર સોનીની દુકાન સુધી લંબાવ્યાનું જાણવા મળ્યું છે.
દાહોદના ગોધરા રોડ સ્ટીફન્સ સ્કુલ પાસે રહેતા દોરેથી લુઈસ ડોમનીક લોબો(ક્રિશ્ર્વીયન)ની વૃધ્ધમાતા ત્રણેક મહિના પહબેલા તા. 31-3-2023ના રોજ રાતના આઠેક વાગ્યાના સુમારે દાહોદ રામાહોટલ સામે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે વખતે કાળા કલરની મોટર સાયકલ પર આવેલ ત્રણ ઈસમોએ તે વૃધ્ધાના ગળામાં પહેેરેલ અને તા. 30-12-2021ના રોજ રૂપિયા 44,500માં ખરીદેલ આશરે 8 ગ્રામ વજનનો સાદી ડીઝાઈન વાળો સોનાનોો દોરો આંચકી તોડીને લઈ ગયા હતા. આ સંદર્ભે દાહોદ બી ડીવીઝન પોલીસે ચેઈન સ્નેચીંગનો ગુનો નોંધી આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કરી ત્રણે પૈકી એકને પોલીસે ઝડપી પાડી તેની પુછપરછ કરતા તેને પોતાના બે સાથીદારોના નામ આપ્યા હતા અને વધુ પુછપરછમાં તેને જણાવ્યું હતું કે, તોડીને લઈ ગયેલ ચેઈન મારા એક સાથીદાર રોહીતભાઈ કમલેશભાઈ ભાભોરના પિતા કમલેશભાઈ મનસુખભાઈ ભાભોર દાહોદ તાલુકા સર્કલ ઉપર આવેલ સોનીની દુકાન ઉપર વેચી હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે આ સંબંધે મોટી ખરજ ગામના સંજયભાઈ વીછીયાભાઈ ભાભોર, વિજયભાઈ બાબુભાઈ ભાભોર, રોહીતભાઈ કમલેશભાઈ ભાભોર તથા કમલેશભાઈ મનસુખભાઈ ભાભોર વિરૂધ્ધ ચેઈન સ્નેચીંગનો ગુનો નોંધી સદર ગુનામાં ચોરાયેલ સોાની ચેન ખરીદનાર સોનીની દુકાન સુધી તપાસનો દોર લંબાવ્યો છે.