પંચમહાલ આરોગ્ય વિભાગ દ્વારા વાહક જન્ય રોગના હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અંતર્ગત કામગીરી કરાઈ

  • જીલ્લામાં 6193 ટીમો બનાવી દસ દિવસ સુધી ટેમિફોસ દવા મારફતે પોરનાશક કામગીરી હાથ ધરાઈ.

ગોધરા, પંચમહાલ આરોગ્ય વિભાગ દ્વારા વાહક જન્ય રોગના હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અંતર્ગત એન.વી.બી.ડી.સી.પી ઝુંબેશના બીજા તબક્કા અંતર્ગત જીલ્લાના તમામ તાલુકાઓમાં 6193 ટીમ મારફતે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી કરવામાં આવી હતી. ઝુંબેશ અંતર્ગત પંચમહાલ જીલ્લાના 2 લાખ 92 હજાર 924 ઘરોમાં 15 લાખથી વધુ વસ્તીને સર્વેલન્સ હેઠળ આવરી લેવામાં આવી હતી.

જે પૈકી મોરવાહડફ તાલુકાના કુલ 35,600 ઘર,શહેરા તાલુકાના કુલ 47,229 ઘર,ગોધરા તાલુકાના કુલ 77,576 ઘર, ઘોઘંબા તાલુકાના કુલ 38,098 ઘર, કાલોલ તાલુકાના કુલ 41,926 ઘર, હાલોલ તાલુકાના કુલ 43,879 ઘર, જાંબુઘોડા તાલુકાના કુલ 8616 ઘરને સર્વેલન્સ અંતર્ગત આવરી લેવામાં આવ્યા હતા. આ કામગીરી અંતર્ગત તાવની સંભવિત બીમારીઓ સામે લોકોના લોહીના નમૂના પણ લેવાયા હતા. જ્યારે 8709 ઘરોમાં મચ્છરના બ્રીડિંગ મળી આવતા ત્યાં ટેમિફોસ દવા મારફતે પોરનાશક કામગીરી કરાઈ હતી. આ સાથે મચ્છર ઉતપ્તિ સ્થાનોનો નિકાલ કરાયો હતો તેમ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી જીલ્લા પંચાયત ગોધરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.