કાલોલ તાલુકાના રોયણ ગામે ગામો નદીમાં રેતી ભરેલ ટ્રેકટર અને બાઈકને આગ

કાલોલ,
કાલોલ તાલુકાના ચલાલી આવેલ રોયણ ગામની ગોમા નદીના પટમાં રેતી ભરેલ ટ્રેકટર અને બાઈકનો સળગતો વિડીયો વાયરલ થયો છે. કાલોલ તાલુકામાં ગોમા નદી સહિતના વિસ્તારોમાં ખનિજ માફિયાઓના આતંકની ગવાહી પુરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.

કાલોલ પંથકમાં ખનિજ માફિયાઓ બેખોફ બનીને ખનિજ ચોરી કરીને સરકારી તીજોરીને કરોડો રૂપીયાનું નુકશાન કરતા હોય છે. પરંતુ ખાણ-ખનિજ વિભાગની ડીલ અને મળતીયાપણા ભરી નીતિને લઈ આવા ખનિજ માફિયાઓ હવે બેફામ બન્યા છે. અગાઉ જે જીલ્લા ખાણ-ખનિજ વિભાગની ખોફ ખાતા હતા. તેવા ખનિજ માફિયાઓને દબડાવી રહયા છે. કાલોલ તાલુકામાંથી પસાર થતી ગોમા નદી ખનિજ માફિયાઓ માટે આવકનું ખૂબ મોટું સાધન બન્યું છે. અગાઉને રેતી નદીના પટમાંથી ઉલેચવામાં આવી રહી હતી. તેના સ્થાને નદી કિનારાના માલિકી સર્વે નંબર માંથી રેતી ખનન કરાઈ રહી છે. તેના વિરોધ પણ કરી શકે તેવી સ્થિતીમાં લોકો નથી તે હાલની કાલોલ પંથકની સ્થિતી છે. કાલોલ તાલુકાના ચલાલી ગામ નજીક આવેલ રોયણ ગામની ગામે નદી માંથી સફેદ રેતી ભરેલ ટ્રેકટર અને બાઈકને આગ લગાડીને સળગાવી દીધેલ હોય તેવા વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે. તે કાલોલ તાલુકામાં ખનિજ માફિયાઓના આતંક અને ખોફની ગવાહી માટે પુરતો છે. તેમ છતાં ખાણ-ખનિજ વિભાગ પાંગળુ બનીને કાર્યવાહી કરવાથી બચી રહ્યું છે.