પંચમહાલ જીલ્લામાં આજે કોરોનાના ૭૫ પોઝીટીવ કેસ

  • શહેરી વિસ્તાર
  • ગોધરા-૪૩
  • હાલોલ-૮
  • શહેરા-૧
  • ગ્રામ્ય વિસ્તાર
  • ગોધરા-૫
  • હાલોલ-૩
  • ધોધંબા-૪
  • શહેરા-૯
  • જાંબુધોડા-૧
  • સક્રિય કેસ-૪૫૧
  • રજા અપાઈ – ૩૩
  • મૃત્યુઆંક-૧

ગોધરા,
પંચમહાલ જીલ્લામાં કોરોના અજગરી ભરડો લઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. પ્રતિદિન કોરોના સંક્રમણના કેસમાં રોકેટ ગતિએ ઉછાળો જોવા મળી રહ્યો છે. જીલ્લામાં કોરોનાની બીજી લહેર ધાતક સાબિત થાય તેમ લાગી રહ્યું છે. જીલ્લામાંં આજરોજ ૭૫ જેટલા પોઝીટીવ કેસ નોંધાવ પામ્યા છે. તેમાં શહેરી વિસ્તારમાં ૫૩ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ૨૨ પોઝીટીવ કેસ નોંધાવા પામ્યા છે. કોરોના સંક્રમણને લઈ ૧ વ્યકિતનું મોત નિપજાવા પામ્યું છે.

પંચમહાલ જીલ્લામાં કોરોના રોકેટ ગતિથી આગળ વધી રહ્યો છે. જીલ્લામાં કોરોના મહામારીની બીજી લહેરમાં ઝડપ થી સંક્રમણ વધી રહ્યું છે. તેમાં પણ કોરોનાના બીજા સ્ટ્રેનમાં મૃત્યઆંક પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. તે આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. કોરોના મહામારીને લોકો ગંભીરતાથી લઈ રહ્યા નથી. માસ્ક કે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન પણ કરતા જોવા મળતા નથી. તેમાં પણ હાલ પંચમહાલ જીલ્લામાં લગ્નસરાની મોસમપુર બહારમાં જામી છે. તે પણ સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમાં કોરોના ગાઈડ લાઈનની અમલવારી લોકો એ ટાળી હતી અને કોરોના ચાલ્યો ગયો હોય તે રીતે વર્તતા જોવા મળ્યા હતા. પરિણામ સ્વ‚પ કોરોના એ અજગરી ભરડો લીધો છે અને કોરોના સંક્રમણ જલ્દી થી લોકોને પોતાના સકંજામાં લઈ રહ્યું છે. ગુજરાત રાજ્યમાં કોરોના સ્થિતી ખૂબ ભયાવહ થતી જોવા મળી છે. મહાનગરોમાં કોરોના મહામારીમાં જે પ્રમાણ મૃત્યુઆંક સામે આવી રહ્યા છે. તે જોતાં લોકો કોરોનાને ગંભીરતાથી લેવા જોઈએ અને માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે રીતે વર્તતા શીખવું જરૂરી છે. મહાનગરોની માફક પંચમહાલ જીલ્લામાં પણ પ્રતિદિન કોરોના કેસ રોકેટ ગતિથી વધારો થઈ રહ્યો છે. તે જોતાં લોકો કામવગર બહાર નહી નીકળીને ધરમાં રહે અને પોતે તેમજ પરિવારને સુરક્ષીત રાખે તે જ‚રી છે. આજરોજ પંચમહાલ જીલ્લામાં ૭૫ કેસ નોંધાવા પામ્યા છે. ગોધરામાં-૪૩, હાલોલ-૮, શહેરા-૧ જ્યારે ગ્રામ્ય વિસ્તારોમા ગોધરા-૬,હાલોલ-૩, ધોધંબા-૪, શહેરા-૯,જાંબુધોડા-૧ કેસ નોંધાયો છે. કેારોનામાં ૧ વ્યકિતનું મોત નિપજાવા પામ્યું છે. બીજા સ્ટે્રનની કોરોના મહામારીમાં દર્દીઓ સાજા થવાની રીકવરી રેટ ઓછો જોવા મળી રહ્યો છે. આજરોજ ૩૩ દર્દીઓ સાજા થતાં રજા અપાઈ છે. જેને લઈ વહીવટી તંત્ર આરોગ્ય વિભાગ ચિંતીત બન્યો છે. આવનાર દિવસોમાં કોરોના સંક્રમણના કેસમાં ઉછાળો આવે તો આરોગ્ય સેવાઓ શરમાઈ ન જાય તે માટે આગોતરા આયોજનમાં લાગ્યા છે. રાજ્ય સરકાર અને જીલ્લા વહીવટી તંત્ર આરોગ્ય વિભાગ કોરોના મહામારી થી બચવા માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ અને વેકસીન લેવા ઉપર ભાર મૂકયો છે. તેને અનુલક્ષીને સરકારના પ્રયાસોને બળ પુરુ પાડીને સહકારી આપી શકીએ છીએ.