ગોધરા તાલુકાના નદીસર ગામે જુગાર રમતા 3 ઈસમોને 4590/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપ્યા

ગોધરા, ગોધરા તાલુકાના નદીસર ગામે આટા ફળીયામાં ખુલ્લામાં જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી ત્રણ ઈસમોને ઝડપી પાડી 4590/-રૂપીયાના મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના નદીસર ગામે સબુર આટા ફળીયામાં ખુલ્લામાંં જુગાર રમતા હોય તે સ્થળે કાંંકણપુર પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન રાકેશ કાંતીભાઈ માછી, કાર્તીકભાઈ શૈલેષભાઈ માછી, ચંદુભાઈ જશવંતભાઈ પરમારને ઝડપી પાડયા હતા. ઝડપાયેલ ઈસમોની અંંગઝડતી અને દાવ ઉપર મુકેલ નાણાં, મોબાઈલ ફોન કુલ 4590/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા. આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.