લુણાવાડા, લુણાવાડા નગરપાલિકા જાણે ઉંઘમાં હોય તેવા દ્રશ્યો સોસાયટી વિસ્તારમાં જોવા મળ્યા હતા. છેલ્લા એક અઠવાડિયાથી અંકુર પાર્ક, શ્રીજી પાર્ક, સહિત રણછોડ પાર્ક સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટો દિવસે પણ ચાલુ રહેતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. બીજી તરફ લુણાવાડા નગરપાલિકા દ્વારા અમુક વિસ્તારોમાં બંધ સ્ટ્રીટ લાઈટો છેલ્લા કેટલાય મહિનાઓથી ચાલુ નથી જેને લઈ નગરના રહિશો દ્વારા ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે નગરપાલિકા તે બાબતે નીરસ હોય તેમ જોવા મળી રહ્યુ છે. ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી સોસાયટી વિસ્તારમાં દિવસ-રાત દરમિયાન સ્ટ્રીટ લાઈટો ચાલુ જોવા મળી રહી છે. લુણાવાડા નગરના રહિશોના ટેકસના પૈસાનો આ રીતે વ્યર્થ થઈ રહ્યો છે.એક અઠવાડિયાથી નગરના સોસાયટી વિસ્તારમાં દિવસે પણ લાઈટો ચાલુ રહેતા નગરપાલિકા જાણ દિવસે સ્વિચ બંધ કરવાનુ ભુલી જાય છે તેમ જોવા મળી રહ્યુ છે. હાલ પાલિકા દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી વહીવટદાર શાસન ચાલી રહ્યુ છે. ત્યારે આ કેવા પ્રકારનો વહીવટ ચાલી રહ્યો છે જે અંગેના સવાલો સોસાયટીના રહિશોમાં ઉઠવા પામ્યા છે.ક