ગોધરા,
ગોધરા શહેરા રામસાગર તળાવની ફરતે નગર પાલિકા શોપીંગ સેન્ટરની દુકાનો આવેલ છે. તળાવની ફરતે દુકાનોને કારણે તળાવની સુંદરતા લુપ્ત થવા પામી છે. હાલમાં રામસાગર તળાવની ફરતે હોળી ચકલા ચબુતરા તરફનો એકમાત્ર ભાગ ખુલ્લો રહેલ છે. આમ નગરની વચ્ચે આવેલ તળાવની શોભા આમ પણ ગુમાવી છે. દેશમાં એકમાત્ર ગોધરા શહેર એવું છે કે, શહેરની મધ્યમાં આવેલ જળાશય બંધીયાળ થયેલ છે. રાજ્ય સરકાર દ્વારા તળાવોની ફરતે બ્યુટીફિકેશનની કામગીરી કરીને નગરજનોને પ્રકૃતિ સાથે પગરવ માંડે તેવા પ્રયાસો કરાયા છે. તેમાં ગોધરાનું રામસાગર તળાવની ફરતે બ્યુટીફિકેશન કરવાની યોજના છે. પરંતુ હાલમાં જાણે રામસાગર તળાવને દબાણકર્તાઓનું ગ્રહણ લાગ્યું હોય તેમ જણાય છે. બગીચાની સામે ફટાકડાની દુકાનોવાળી લાઈનમાં પાંચ દુકાનદારો દ્વારા નગર પાલિકા માંથી કોઈપણ જાતની મંજુરી વગર ગેરકાયદેસર રીતે તળાવની અંદરની તરફ વધારાનું દબાણ કરીને બાંધકામ કરવામાં આવી રહ્યું હોય જે પાલિકાની ધ્યાનમાં આવતાં પાલિકા ચીફ ઓફિસરદ્વારા પાંચ દુકાનદારોને નોટીસ આપીને બાંધકામ બંધ કરવામાં આવ્યું છે.
ગોધરા શહેરની મધ્યમાં રામસાગર તળાવ આવેલ છે. તળાવને લઈ શહેરની સુંદરતાને ચાર ચાંદ લાગતા હતા. પરંતુ ગોધરા નગર પાલિકાના તત્કાલીન સત્તાધિશો દ્વારા કોઈપણ જાતના આગોતરી ગણતરી વગર તળાવની ફરતે શોપીંગ સેન્ટર બાંધી દેવામાં આવ્યા હતા. તળાવની ફરતે શોપીંગ સેન્ટર બંધાઈ જતા તળાવા ચારે તરફ થી મોટાભાગે બંધીયાળ થઈ ગયેલ છે. રામસાગર તળાવની ફરતે માત્ર મોળી ચકલા ચબુતરા પાસેનો ભાગ ખુલ્લો રહ્યો છે.
ગોધરા નગર પાલિકા દ્વારા જેતે સમયે ૧૦ બાય ૨૦ની લંબાઈ -પહોળાઈની દુકાનો બાંધવામાં આવી હતી. પરંતુ જે તે સમયે પાલિકાના સત્તાધિશો દ્વારા વિકાસ ફાળાના નામે નજીવી રકમ લઈને પાલિકાના શોપીંગ સેન્ટરમાં તળાવની અંદરના ભાગે દુકાનની લંબાઈ વધારવાની મંજુરી આપી દેવામાં આવી હતી. જેને લઈ તળાવની અંદરના ભાગે પણ દબાણ ઉભા કરીને તળાવનો ધેરાવો ઓછો કરી દેવામાં આવ્યો છે. દેશમાં એકમાત્ર ગોધરા શહેરનું જળાશય એવું છે. જેની ફરતે પાકા બાંધકામ થયેલ છે. હાલ તળાવને ચારે તરફથી ઢાંકી દેવામાં આવ્યું છે. તે ઓછું હોય તેમ પાલિકા શોપીંગ સેન્ટરમાં દુકાન ધરાવતા દુકાનદારો પોતાની ભુખ ઓછી થતી હોય તેમ લાગતી નથી અને દુકાનોની લંંબાઈ વધારવા માટે તળાવની અંદરની તરફ ગેરકાયદેસર રીતે દબાણ કરીને બાંધકામ કરવામાં આવે છે. અત્યાર સુધી પાલિકા સત્તાધિશોની જાણમાં નજીવા વિકાસ ફાળો લઈને દુકાનોની લંબાઈ વધારવા મંજુર આપી દેવામાં આવી અને હાલમાં પાલિકા શોપીંગ સેન્ટરની મોટાભાગની દુકાનોમાં તળાવના ભાગે ગેરકાયદેસર દબાણ ઉભા કરીને બાંધકામ કરી દેવામાં આવ્યા છે.
હાલમાં ગોધરા બગીચા સામે આવેલ ફટાકાડાની દુકાનો ધરાવતી લાઈનમાં આવેલ પાંચ જેટલી દુકાનોના દુકાનદારો દ્વારા પાલિકા તંત્રની જાણ બહાર રાતોરાત દુકાનને લાંબી કરવાનું આયોજન કર્યું હતું અને તળાવની અંદરના ભાગે ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવી રહ્યું હતું. પાલિકાના શોપીંગ સેન્ટરમાં દુકાનો ધરાવતા પાંંચ દુકાનદારો દ્વારા પાલિકા માંથી કોઈપણ જાતની મંજુરી કે પરવાનગી લેવામાં આવી ન હતી અને ગેરકાયદેસર રીતે બાંધ કરવામાં આવી રહ્યું હતું. દુકાનદારોને જાણ કાયદા અને નીતિ નિયમોનો ભય રહ્યો ન હોય લાગી રહ્યંું છે. પાલિકા વિભાગની જાણ બહાર પાંચ દુકાનદારો દ્વારા દુકાનના તળાવ તરફના ભાગે પાલિકાની મંજુરી વગર ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું: છે. તે પાલિકા સત્તાધિશોના ધ્યાનમાં આવતંા નોટીસ આપીને બાંધકામ બંધ કરવાનો આદેશ કર્યો છે. પાલિકા સત્તાધિશો હાલ જે પાંચ દુકાનોમાં દુકાનદારો દ્વારા જે ગેરકાયદેસર રીતે દબાણ કરીને બાંધકામ કરવામાં આવ્યું છે. તેને દુર કરીને મૂળ સ્થિતીમાં લાવવામાં આવે તો પાલિકા સત્તાધિશો આવા ગેરકાયદેસર દબાણોને પ્રોત્સાહન આપતા નથી તેવા નગરજનોમાં સંદેશ જશે તેમજ હાલમાં સત્તાધારી પાલિકા શાસનકર્તાઓની કાર્ય પ્રણાલીને નગરજનો સહકાર પ્રાપ્ત ચોકકસ થઈ શકે છે.
પાલિકાના તત્કાલીન સત્તાધિશોને દુકાનદારોએ વિકાસ ફાળો આપ્યો હોવાની વાતો….
ગોધરા શહેરની મધ્યમાં આવેલ રામસાગર તળાવ દેશમાં એકમાત્ર તળાવ હશે જે ચારે તરફ પાકા બાંધકામ થી ધેરાયેલું છે. રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં આવેલ જળાશયોની ફરતે બ્યુટીફિકેશનની કામગીરી કરવા માટે લાખો રૂપીયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેમાં ગોધરા રામસાગર તળાવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ ગોધરા નગરજનોની કમનસીબી સમજો કે પાલિકામાં બેઠેલા સત્તાધિશો દ્વારા શહેરની સુંદરતા કે તળાવને જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યા નથી. પરંતુ વખતોવખત બદલાતા રહેતા પાલિકાના સત્તાધિશો દ્વારા પાલિકામાં નજીવો વિકાસ ફાળો રેકર્ડ ઉપર જમા લઈને પાલિકા શોપીંગ સેન્ટરના દુકાનદારોને તળાવની અંદરના ભાગે પુરણ કરીને ગેરકાયદેસર દબાણો કરવાની સંમતિ આપી દેવામાં આવી હતી. જેને લઈ તળાવની ફરતે આવેલ મોટાભાગની દુકાનો નિયત લંબાઈ-પહોળાઈ કરતાં વધારે લાંબી થયેલ જોવા મળે છે. જો જે તે સમયે પાલિકા સત્તાધિશો દ્વારા દુકાનોની લંબાઈ વધારવાની મંજુરી આપવામાં આવી ન હોત તો આજે રામસાગર તળાવની ફરતે બ્યુટીફિકેશનની કામગીરી આરંભી દેવામાં આવી હોત પરંતુ હવે પાલિકા સત્તાધિશો તળાવની ફરતે બ્યુટીફિકેશન કામગીરી કરવા માટે જે દુકાનોની લંબાઈ વધારવા છુટ અપાઈને હટાવવી પડે તેને લઈ તળાવની ફરતે બ્યુટીફિકેશનની કામગીરી શરૂ થતાં પહેલા આટોપી લેવામાં આવી હતી અને હજુ પણ પાલિકા શોપીંગ સેન્ટરના દુકાનદારો તળાવના ભાગે દુકાનોની લંબાઈ વધારીને બાંધકામ કરી રહ્યા છે.
પાલિકા શોપીંગ સેન્ટરમાં પાંચ દુકાનદારો દ્વારા કરાયેલા ગેરકાયદેસર બાંધકામ દુર કરીને મૂળ સ્થિતીમાંં લવાશે…
ગોધરા બગીચા સામે આવેલ ફટાકડાની દુકાનો ધરાવતી લાઈનવાળા શોપીંગ સેન્ટરમાં આવેલ પાંચ દુકાનના દુકાનદારો દ્વારા પાલિકા તંત્રની મંજુરી વગર તળાવના અંદરના ભાગે દબાણ કરીને ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે. બગીચા રોડ ઉપરના પાલિક શોપીંગ સેન્ટરમાં પાંચ દુકાનો ધરાવતા દુકાનદારો દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે. તેવું પાલિકા સત્તાધિશોની ધ્યાને આવતાં પાલિકા ચીફ ઓફિસર દ્વારા આવા ગેરકાયદેસર દુકાનદારોને નોટીસ આપવામાં આવી છે. પરંતુ માત્ર આવા ગેરકાયદેસર રીતે દબાણકર્તા દુકાનદારોને નોટીસ આપી દેવાથી કામ પૂર્ણ થતું નથી. હવે પાલિકા તંત્ર બગીચા રોડ શોપીંગ સેન્ટરમાં ફટાકડાવાળી લાઈનમાં જે પાંચ દુકાનોમાં ગેરકાયદેસર બાંધકામ ઉભું કરવામાં આવ્યું છે. તેને તોડવામાં આવે તેમજ મૂળ સ્થિતીમાં લાવવામાં આવશે ખરી કે માત્ર દેખાવ પુરતી નોટીસ આપીને ખો આપવામાં આવી રહી છે. તે આવનાર દિવસોમાં સામે આવશે.