ચારેય મિસાઇલો મધ્યમ અંતર સુધીની મારક ક્ષમતાવાળી ચીનનું શક્તિપ્રદર્શન: સાઉથ ચાઇના સીમાં ચાર મિસાઇલોનું પરિક્ષણ કર્યું


બેઇજિંગ,
સાઉથ ચાઇના સીમાં પોતાની શક્તિનું પ્રદર્શન કરતાં ચીને બુધવારે મોડી રાતે ચાર મિસાઇલોનું ટેસ્ટ કર્યુ. જણાવવામાં આવી રહૃાું છે કે આ ચારેય મધ્યમ અંતર સુધીની મારક ક્ષમતા ધરાવતી બેલેસ્ટિક મિસાઇલ હતી. ચીને પહેલા જ હેનાન દ્વીપ પાસે મિસાઇલ ટેસ્ટને લઇને નોટ જારી કરવામાં આવ્યુ હતું. જેના કારણે આ ક્ષેત્રમાં હવાઇ પરિવહનને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યુ હતું.


ચીને આ પગલુ અમેરિકાના જાસૂસી પ્લેન્સની તેની વાયુસીમાની નજીક ઉડાન ભર્યા બાદ લીધુ છે. રિપોર્ટ અનુસાર, ચીને આ મિસાઇલોનો ટેસ્ટ હેનાન દ્વીપ અને પારસેલ દ્વીપ વચ્ચે કર્યુ છે. થોડા દિવસ પહેલા અમેરિકન એરક્રાટ કેરિયર રોનાલ્ડ રીગને પારસેલ દ્વીપ પાસે જ યુદ્ધાભ્યાસ કર્યુ હતું. માનવામાં આવી રહૃાું છે કે તેનો જવાબ આપવા માટે ચીને મિસાઇલ ટેસ્ટ માટે આ સ્થળ પસંદ કર્યુ હતુ.


અમેરિકાએ ચીનની ૨૪ કંપનીઓને તે યાદીમાં મૂકી દૃીધી છે જે ચીનની સેનાની મદદ કરે છે. જે બાદ કંપનીઓ અમેરિકામાં પોતાનો બિઝનેસ નહી કરી શકે. આ ઉપરાંત આ કંપનીઓ અને તેની સાથે જોડાયેલા લોકો સામે સઘન તપાસ થશે. અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે કંપનીઓ સાઉથ ચાઇના સીમાં આર્ટિફિશિયલ દ્વીપ બનાવીને તેને સૈન્ય અડ્ડો બનાવવામાં મદદ કરે છે. આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં દ્વીપોના નિર્માણને લઇને ચીનની ઘણીવાર આલોચના પણ થઇ ચુકી છે.