
અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઇબી) દ્વારા ૧૨ વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે. જીએસઇબી એચએસસી પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓ તેમના પરિણામો સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકે છે. ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું સમગ્ર રાજ્યનું ૨૩.૮૬ ટકા પરિણામ જાહેર થયુ છે.
ગુજરાત બોર્ડ દ્વારા ૧૦ થી ૧૩ જુલાઈ, ૨૦૨૩ દરમિયાન જીએસઇબી વર્ગ ૧૨ પૂરક પરીક્ષા આયોજિત કરી હતી. જે ઉમેદવારો પ્રથમ પ્રયાસમાં બોર્ડ પરીક્ષા પાસ કરી શક્યા ન હતા અને જેઓ તેમના સ્કોર્સ સુધારવા માંગતા હતા તે લોકો માટે પૂરક પરીક્ષા લેવામાં આવી હતી.
ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષા કુલ ૧૪૦ કેન્દ્રો પર પરીક્ષા યોજવામાં આવી હતી. માર્ચ ૨૦૨૩માં કુલ ૨૦૨૩ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા જેનું ૬૫.૫૮ ટકા પરિણામ આવ્યું હતુ. સૌથી ઊંચું પરીણામ આ વખતે હળવદ કેન્દ્રનું આવ્યું છે, જેની ટકાવારી ૯૦.૪૧ ટકા થાય હતુ. જ્યારે સૌથી ઓછું ૨૨ ટકા લીમખેડાનું પરિણામ આવ્યું હતુ. ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષામાં ઉપસ્થિત રહેલા નિયમિત ઉમેદવારોની સંખ્યા ૧,૧૦,૦૪૨ હતી જેનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઉચ્ચત્તર માધ્યમિક શાળાંત પ્રમાણપત્રને પાત્ર નિયમિત ઉમેદવારોની સંખ્યા ૭૨,૧૬૬ છે.