શહેરા તાલુકા ભાજપ અને જીલ્લા ભાજપના સભ્યો દ્વારા ટીડીઓ વિરૂદ્ધ જીલ્લા પંચાયત કચેરી ખાતે રજુઆત

શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ રયજીભાઈ નાયક તેમજ જિલ્લા પંચાયતના સભ્ય સહિતનાઓ એકત્રિત થયા હતા. તે તસવીરમાં નજરે પડે છે.

શહેરા,
શહેરા તાલુકાના ભાજપના જિલ્લા પંચાયતના સભ્યો અને તાલુકા પંચાયતના પ્રમુખ એ જિલ્લા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીના વિરોધમાં જિલ્લા પંચાયત કચેરી ખાતે લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ હતી. રજૂઆતમાં એન.આર.જી.શાખામાં અને ભારત મિશન શૌચાલય યોજના, પ્રધાનમંત્રી આવાસ સહિત અન્ય થયેલા વિકાસના કામોના નાણાં નહી ચૂકવવામાં આવતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શહેરા તાલુકામાં ૫૦થી વધુ ગ્રામ પંચાયત આવેલ છે. આ ગ્રામ પંચાયત વિસ્તારમાં સરકારની યોજના એન.આર.જી , પ્રધાનમંત્રી આવાસ સહિત અનેક વિકાસના કામો સરપંચ તેમજ અન્ય લોકો દ્વારા કરવામાં આવતા હોય છે. તાલુકા પંચાયતના પ્રમુખ રયજીભાઈ નાયકા, અણીયાદ જિલ્લા પંચાયત સભ્ય વિનુભાઈ તેમજ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ દુધાભાઇ બારીયા તેમજ ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય સહિતનાઓ તાલુકા પંચાયત કચેરીએ એકત્રિત થઈને ગોધરા જિલ્લા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીના વિરોધમાં લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ હતી. જેમાં જણાવ્યું હતું કે, તાલુકા પંચાયત કચેરીમાં સરકારની યોજનાઓ જેવીકે એન.આર.જી., પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન શૌચાલય યોજનામાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગ્રામ પંચાયતોમાં કામો પૂર્ણ કરેલ હોવા છતાં પોતાની મનમાની અને જો હુકમીથી સરપંચોને વિકાસના કામોના નાણાં ચૂકવવામાં આવતા નથી. તેઓની સામે રજૂઆત કરતા ઉદ્રતા ભર્યો જવાબ આપે છે અને થાય તે કરી લેજો તેવું વર્તન કરવામાં આવે છે. આવા તાલુકા વિકાસ અધિકારી સામે કાર્યવાહી કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તાલુકા પંચાયત પ્રમુખ સહિત જિલ્લા પંચાયતના સભ્યો તેમજ અમુક તાલુકા સદસ્ય દ્વારા ઉપરોક્ત બાબતે રજૂઆત કરવામાં આવી છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ બાબતને કેટલી ગંભીરતાથી લેવામાં આવશે તે જોવું બની રહયુ છે.