
- ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં જ્વેલર્સની દુકાનમાંથી ગઠિયો નજર ચૂકવી બેગમાંથી પૈસા ભરેલી થેલી લઈને રફુચક્કર થયો.
ઝાલોદ,ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં એક ચોરીનો બનાવ સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ બેંકમાંથી પૈસા ઉપાડી જ્વેલર્સની દુકાનમાં જવા નીકળ્યો હતો તે સમયે બેંક થી તેની પાછળ રેકીમાં લાગેલા અજાણ્યા ગઠીયાએ જ્વેલર્સની દુકાનમાં જ્વેલર્સ તેમજ આ વ્યક્તિની ન.જર ચૂકવી વેપારીના બેગમાંથી પૈસા ભરેલી થેલી કાઢી ગણતરીની સેક્ધડોમાં રફુચક્કર થઈ ગયો હતો. જોકે, આ સમગ્ર ઘટના જ્વેલર્સની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર લીમડી નગરનો રહેવાસી બજારમાં આવેલી સ્ટેટ બેંકમાં આજ રોજ પૈસા ઉપાડવા ગયો હતો અને ત્યાં બેંકમાંથી એક લાખ રૂપિયા ઉપાડી 50,000 રૂપિયા પોતાના ખિસ્સામાં નાખ્યા હતા અને 50,000 રૂપિયા તેની પાસે થેલીમાં લપેટી બેગમાં મૂકી નગરમાં આવેલા એકવેલર્સની દુકાનમાં પૈસા આપવા જવા નીકળ્યો હતો. તે સમયે આ વ્યક્તિની પાછળ અજાણ્યો ઠગ બેંકથી જ રેકી કરી તેની પાછળ જ્વેલર્સની દુકાનમાં ભરાયો હતો. જ્યાં આ વ્યક્તિએ જ્વેલર્સની દુકાનમાં સેટી પર બેગ મૂકી જ્વેલર્સ જોડે વાતચીતમાં લાગી ગયો હતો, જ્યાં આ અજાણ્યા ઠગે જવેલર્સ તેમજ આ વ્યક્તિની નજર ચૂકવી બેગમાંથી પૈસા ભરેલી થેલી ગણતરીની સેક્ધડમાં પાર કરી ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો. જોકે આ સમગ્ર ઘટના જ્વેલર્સ ની દુકાન માં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. જોકે, ઉપરોક્ત બનાવમાં ભોગ બનનાર વ્યક્તિએ લીમડી પોલીસ મથકે અરજી આપતા લીમડી પોલીસે સીસીટીવી કેમેરાના આધારે આગળની તપાસ હાથ ધરી છે. પરંતુ આ સમાચાર લખાય છે. ત્યારે ઉપરોક્ત બનાવ સંદર્ભે લીમડી પોલીસ મથકે આ બનાવ સંદર્ભે કોઈપણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવવા પામી નહોતી.