પંચમહાલ જીલ્લાના બાગાયતદાર ખેડૂતો માટે બાગાયત ખાતાની “નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ્સ-ઓઇલપામ” યોજનાનો શુભારંભ થયો

ગોધરા, બાગાયતદાર ખેડૂતોએ વર્ષ 2023-24 માટે સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ બાગાયત ખાતાની “નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ્સ-ઓઇલપામ” યોજના અંતર્ગત મેઈન્ટેનસ અને ઓઇલપામમાં આંતરપાક માટે ઇનપુટસ ખર્ચ, બોરવેલ પંપ સેટ/વોટર હાર્વેસ્ટર સ્ટ્રકચર, લણણીના સાધનો મીની ટ્રેક્ટર(NMEO-OP), લણણીના સાધનો (NMEO-OP) તથા જૂના તેલપામના બગીચાની ફેરરોપણી માટે(Replanting of old Garden) ઘટકોનો લાભ લેવા માંગતા ખેડુત મિત્રોએ તા.24/07/2023 થી તા.23/08/2023 સુધી આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

પંચમહાલ જીલ્લાના બાગાયતદારોએ સદર યોજનાની સહાય લેવા માટે આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજીની પ્રિન્ટ નકલ જરૂરી સાધનીક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, ગોધરા ખાતે મોકલી આપવા જણાવવામાં આવે છે. વધુ માહિતી માટે આઇ-ખેડૂત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in વેબ સાઈટ પર જોવા નાયબ બાગાયત નિયામકે જણાવાયું છે.