ગોધરા કનેલાવ તળાવ માંથી 50 વર્ષીય આધેડનો મૃતદેહ મળી આવ્યો

ગોધરા, ગોધરા કનેલાવ તળાવ માંંથી પુરૂષના મૃતદેહ મળી આવતાં પોલીસ અને ફાયર બ્રિગેડ ધટના સ્થળે દોડી આવી મૃતદેહને બહાર કાઢી પી.એમ. અર્થે મોકલી આપવામાં આવ્યો. મૃતક કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા 50 વર્ષીય વ્યકિતનો જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરાા શહેરના કનેલાવ તળાવ સ્પોર્ટસ કોમ્પ્લેકસની પાછળ ભાગેથી એક પુરૂષના મૃતદેહ મળી આવ્યો હતો. આ બાબતે પોલસી જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડ ટીમ ધટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને બહાર કાઢી પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યો હતો. મૃતક બામરોલી રોડ ખાતે આવેલ કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા ખુશાલદાસ નાથુરામ સોનૈયા હોવાનું જાણવા મળ્યું છે. મૃતક દ્વારા કયા કારણોસર આપધાત કર્યો તેની તપાસ હાથ ધરી છે.