બાલાસીનોર દેવ ચોકડી ખાતે દુકાન માંથી ચોરી કરેલ મુદ્દામાલ વેચવા જતાં આરોપી અને સહઆરોપીને ઝડપ્યા

બાલાસીનોર,બાલાસીનોર તાલુકા પોલીસ મથકે દેવ ચોકડી ખાતે દુકાનમાં થયેલ ચોરી ફરિયાદની તપાસ કરતા તાલુકા પોલીસ ટીમે બાતમીના આધારે જનોડ પાટીયા પાસે વોચ ગોઠવી ઈસમને મુદ્દામાલ સાથે ઝડપી સહઆરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા.

પ્રાપ્ત વિગતો મુજબ બાલાસીનોર તાલુકા પોલીસ મથકે દેવ ચોકડી ખાતે દુકાનમાં થયેલ ચોરીના ગુન્હાથી તપાસ તાલુકા પોલીસ કરતી હોય ચોરીના મુદ્દામાલની તપાસ માટે ટેકનીકલ સોર્સિંગ તથા બાતમીદારોના આધારે તપાસમાં હતા. પી.આઈ. એમ.વી. ભગોરાને બાતમી મળી હતી કે, દેવ ચોકડી પાસે દુકાન માંથી થયેલ ચોરીના મુદ્દામાલ એક ઈસમ જનોડ ગામે વેચવા જવાનો છે. તેવી બાતમીના આધારે જનોડ પાટીયા પાસે વોચ ગોઠવી આરોપી ગિરવત ઉર્ફે મિથુનને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. અને સહરઆરોપી રાજેશ ઉર્ફે નાન્યો વાધેલા હોવાનું જણાઈ આવતાં ઝડપી પાડી પોલીસે પુછપરછ કરી ચોરીનો મુદ્દામાલ કબ્જે લઈ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલ્યો છે.