મોરવા(હ), મોરવા(હ) તાલુકાના રસુલપુર જુના પાટીયા ત્રણ રસ્તા પાસે બે બાઈકો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક બાઈક ચાલકનું મોત નિપજાવા પામ્યું.
પ્રાપ્ત વિગતો મુજબ મોરવા(હ) તાલુકાના રસુલપુર ગામે જુના પાટીયા ત્રણ રસ્તા પાસે પસાર થતી બાઈક નંબર જીજે.17.બીજે.5623ના ચાલકે પુરઝડપે હંકારી લાવી બાઈક નંબર જીજે.17.બીસી.1870ના ચાલક દેવરામભઈ પટેલની બાઈકને અકસ્માત કરતા દેવરામભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા દવા સારવાર માટે વડોદરા એસ.એસ.જી.માં ખસેડતા દવા સારવાર દરમિયાન મરણ જતાં આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંઘાવા પામી છે.