ગોધરાના સમોલ પ્લોટના ધર માંથી ચોરી કરેલ મુદ્દામાલ પરત કરવાનું કહેતા ત્રણ ઈસમો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ

ગોધરા, ગોધરા પશ્ર્ચિમ વિસ્તારના સમોલ પ્લોટના રહેણાંંક મકાનમાં ચોરી કરનાર ઈસમોને મકાન માલિક દ્વારા ચોરીનો મુદ્દામાલ પરત આપવાનું ત્રણ ઈસમો દ્વારા મારક હથિયાર સાથે આવી જાનથી મારી નાખવાની ધમકી આપી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરાના સમોલ પ્લોટ ખાતે રહેતા અશફાક ઈશહાક સમોલની ભામૈયા ચોકડી ખાતે વેલ્ડીંગ દુકાન આવેલી છે. તા.19 નારોજ રાત્રીના ત્રણ વાગ્યાના સમયે ધરની મળીના અવાજ આવતા જાગી ગયા હતા અને બહાર નિકળીને જોતા બે ઈસમો દરવાજાથી બહાર નિકળતા જોવા મળ્યા હતા. જે અબ્દુલ મજીદ તૈયબ અસલા, વસીમ હનિફ ભટુક ઉર્ફે ટપલા અને બાઈક ઉપર હુસેન લાભો હોવાનું જણાવ્યું હતુંં. ધરમાં તપાસ કરતાંં ધરમાંથી 48 હજાર રોકડ અને 50 હજારના સોના દાગીનાની ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું. ત્રણેય નાશી છુટેલ બે ઈસમોને બીજા દિવસે અશરફી મસ્જીદ પાસે બોલાવ્યા હતા. અને મારા ધરેથી ચોરી કરેલ મુદ્દામાલ પરત આપી દો મારે ફરિયાદ કરવી નથી. તેમ કહેતા બન્ને ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા. ગાળો આપી થોડીવારમાં ત્રણેય ઈસમો મારક હથિયાર સાથે ચોરીમાં અમારું નામ આપશો તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી નાશી છુટતા આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.