નડિયાદ, એલસીબી ખેડા પોલીસે માગરોલમાંથી વિદેશી દારૂ સાથે મહિલા બુટલેગરને 72 ટીમ બિયર તેમજ 224 નંગ વિદેશી દારૂના કવાર્ટર મળી કુલ રૂ.29,600/-ના જથ્થા સામે ઝડપી પાડી હતી. જયારે તેનો પતિ અને દિકરો નાસી ગયા હતા. આ બનાવ સંદર્ભે ચકલાસી પોલીસ મથકમાં પ્રોહિ. હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
એલસીબી ખેડા પોલીસે આડીનાર ચોકડી પર પેટ્રોલિંગમાં નીકળી હતી દરમિયાન બાતમી મળેલ હતી કે,માંગરોલી ગામે ગુડી ફળિયામાં રહેતા રમેશભાઈ રણછોડભાઈ તળપદા તથા તેની પત્નિ રમીલાબેન વિદેશી દારૂ મંગાવી ધરમાં સંતાડી વેચાણ કરે છે જેથી પોલીસે રેઈડ કરતા રમીલાબેન રણછોડભાઈ તળપદા 224 નંગ વિદેશી દારૂના કવાર્ટર કિ.રૂ.22,400/-તથા 72 ટીમ બિયર કિ.રૂ.7,200/-મળી કુલ રૂ.29,600/-ના જથ્થા સાથે મળી આવી હતી. જયારે તેનો પતિ રમેશભાઈ અને દારૂ લાવનારો તેનો દિકરો અર્જુન મળી આવેલ ન હતા. આ બનાવ અંગે એલસીબી ખેડા પોલીસની ફરિયાદના આધારે ચકલાસી પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.