વિરપુર, મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં બે જ કલાકમાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબકતા તાલુકામાં જળબંબાકરની સ્થિતિ સર્જાઈ હતી. જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રાહદારીઓ અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો.
વિરપુર તાલુકામાં મહિસાગર જિલ્લાનો સોૈથી વધુ વરસાદ નોંધાયો હતો. માત્ર બે કલાકમાં જ પોણા ચાર ઈંચ વરસાદ નોંધાતા નદી-નાળા તળાવ છલકાઈ ગયા હતા. લાવરી નદીમાં પણ પાણીનો તેજ પ્રવાહ જોવા મળ્યો હતો જેને લઈને લાવરી નદી ઉપર સારીયાથી આકલીયાના મુવાડા ગામે નવુ બનાવવામાં આવેલ નાળુ ધોવાઈ યુ હતુ. પાણીના તેજ પ્રવાહમાં નાળુ ધોવાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. એક ગામથી બીજા ગામને જોડતા માર્ગ ઉપર આવેલા લાવરી નદી પરનુ નાળુ ધોવાતા ગ્રામજનો સામે પાર જવા જોખમી નાળા પરથી પસાર થવા માટે મજબુર બન્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ એક વર્ષ અગાઉ નવુ નાળુ બનાવવાની કામગીરી કરવામાં આવતી હતી ત્યારે વરસાદના ધસમસતા પ્રવાહમાં નાળુ ધોવાતા નાળાની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.