પ્રયાગરાજ, માફિયા મુખ્તાર અંસારીના ભાઈ અને ગાઝીપુરથી આઉટગોઇંગ બસપા સાંસદ અફઝલ અંસારીને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે.હાઈકોર્ટે ગેંગસ્ટર કેસમાં અફઝલ અંસારીની જામીન અરજી મંજૂર કરી છે.
આ સાથે કોર્ટે અફઝલ અંસારીને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. જો કે કોર્ટે સજા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. જો સજા પર સ્ટે નહીં મૂકવામાં આવે તો સાંસદ સભ્યપદ પુન:સ્થાપિત કરવામાં આવશે નહીં.
ગેંગસ્ટર કેસમાં ૪ વર્ષની સજા પર રોક લગાવવા અને જેલમાંથી જામીન પર મુક્ત થવાની માંગ સાથે આ અરજી દાખલ કરવામાં આવી હતી.આજે જસ્ટિસ રાજબીર સિંહની સિંગલ બેન્ચે આ મામલે ચુકાદો આપ્યો છે.
તમને જણાવી દઈએ કે અફઝલ અંસારીની લોક્સભાની સદસ્યતા ૨૯ એપ્રિલે ગાઝીપુર કોર્ટે ગેંગસ્ટર કેસમાં ૪ વર્ષની સજાના કારણે રદ્દ કરી દીધી હતી.અફઝલ અંસારી આ દિવસોમાં જેલમાં છે.