દાહોદ શહેરમાં કોરોના થી મૃત્યુ દરની સંખ્યા વધતા સ્મશાન ગૃહમાં ગેસ ચેમ્બર બનાવવા માંંગ ઉઠી

દાહોદ,
કોરોના મહામારી ખૂબ જ ભયાવહ કાલખંડમાં પ્રવેશી ગઇ છે. સંક્રમિતોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે.સરકાર પાસે સાધન અને સંસાધનો ની કોઈ કમી નથી પરંતુ સ્થાનિક કક્ષાએ આયોજનનો અભાવ હોય એવું લાગે છે.ઘણાં મૃત્યુ તો કોરોનાના કારણે નહી પરંતુ સમયસર ઇલાજ ન થવાના કારણે થઇ રહ્યા છે ત્યારે દાહોદના સ્મશાન ગૃહમાં ગેસ ચેમ્બરની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

દાહોદ શહેરમાં પણ કોરોનાના કેસ ભયભીત થઈ જાય એ હદે વધી ગયાં છે. રોજ મોટી સંખ્યામાં મુત્યુ થઇ રહ્યા છે. જેના કારણે અંતિમ સંસ્કાર માટે પણ રાહ જોવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગત વર્ષે આટલી ખરાબ સ્થિતિ નથી તેવા સમયે રાજ્ય સરકાર અને એમ.જી.વી.સી.એલના સંયુક્ત ઉપક્રમે દાહોદ સ્મશાનમાં ગેસની ચેમ્બર બનાવવાનું આયોજન થયું હતું જેથી અંતિમ સંસ્કારના સમયમાં ઘટાડો કરી શકાય. અંગતરસ દાખવીને અમે આ બાબતે કેટલાક વિવાદોના સમાધાનના પ્રયાસો કર્યા જેના સારા પરિણામ મળ્યાં આખરે એવું નક્કી થયું કે શ્મસાનથી અડીને બાળકોનું સ્મશાન આવેલ છે. જેના કેટલાક હિસ્સામાં ખાનગી દબાણ છે, તેમ છતાં ઘણો મોટો હિસ્સો આજે પણ બાળકોના શ્મસાન માટે ઉપયોગમાં લેવાય છે,તેના એક ખૂણામાં માત્ર ૫૦ ડ્ઢ ૯૦ સ્કેવરફુટ જગ્યામાં ગેસ ચેમ્બર બનાવવાનું નક્કી થયું, પરંતુ કોઇ અગમ્ય કારણોસર આ કાર્ય ઠેલાઇ રહ્યું છે. અંગત ગમાઅણગમા એ આવા કાર્યમાં ખુબ જ અવરોધ ઊભા કર્યા છે જે ખૂબજ દુ:ખદ છે. આ બાબતે કલેકટર ના પ્રતિનિધિ પણ જાતે સ્થળ પર આવીને જાત માહિતી મેળવી ગયા હતા.સ્થળ ઉપર એમ.જી.વી.સી.એલ.ના અધિકારીઓ,કલેકટર ના પ્રતિનિધિ,જાતે અમો અને સુધીરભાઈ લાલપુરવાલા ની હાજરીમાં જગ્યાને લઇને બધા ખુલાસા થયા પછી પણ આજદિન સુધી આ કાર્યમાં કોઇ પણ પ્રકારની પહેલ થઇ નથી,આ કાર્ય મારી જાણકારી મુજબ સ્માર્ટ સીટી અંતર્ગત આવે છે અને જો આવું હોય તો કલેક્ટર અંગતરસ લઈને આ સમસ્યાનું નિરાકરણ વહેલામાં વહેલી તકે લાવવામાં આવે તેવી લાગણી અને માંગણી શહેરીજનોમાં ઉદ્ભવવા પામી છે.