મહીસાગર જિલ્લામાં અત્યાર સુધી ૨.૩૩ લાખ ઉપરાંતના નાગરિકોને કોરોના વિરોધી વેક્સીન અપાઇ

લુણાવાડા,
વૈશ્ર્વિક મહામારી કોવીડ-૧૯ ના સંક્રમણ સામે આરોગ્ય રક્ષા કવચ આપતું કોરોના રસીકરણ અભિયાન મહીસાગર જિલ્લામાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ૪૫ થી વધુ ઉંમરના નાગરિકોને કોરોના રસી આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરાયેલ રસીકરણ ઝુંબેશ હેઠળ મહીસાગર જિલ્લામાં અત્યાર સુધી હેલ્થ કોરોના વોરિયર, ફ્રન્ટ લાઈન વોરિયર, ૪૫ થી ૫૯ અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના કુલ ૨,૩૩,૫૪૭ નાગરિકોએ કોરોના રસીકરણ કરાવી કોરોના સામે આરોગ્ય સુરક્ષા કવચ મેળવ્યું છે.

ત્યારે ૧૪ એપ્રિલ સુધીમાં બાલાસિનોર તાલુકામાં ૩૫૮૭૧, સંતરામપુર તાલુકામાં ૫૯૮૨૦, લુણાવાડા તાલુકામાં ૬૨૭૨૪, ખાનપુર તાલુકામાં ૨૧૭૧૯, કડાણા તાલુકામાં ૨૭૮૨૫ અને વિરપુર તાલુકામાં ૨૫૬૧૧ મળી જિલ્લાીના કુલ ૨,૩૩,૫૪૭ જેટલા હેલ્થ કોરોના વોરિયર, ફ્રન્ટ લાઈન વોરિયર, ૪૫ થી ૫૯ અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના શહેરી અને ગ્રામ્ય વિસ્તાહરોના નાગરિકો દ્રારા કોરોના વેક્સીનેશન કરાવ્યું છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં ૬૦૨૭ આરોગ્ય કોરોના વોરિયર, ૯૧૪૩ ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર, ૪૫ થી ૫૯ વર્ષના અને ૬૦ થી વધુ ઉંમરના ૧,૮૯,૨૩૧ જેટલા નાગરિકોને કોરોના રસી મૂકવામાં આવી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં ૨,૦૪,૪૦૧ નાગરિકોને કોરોના રસીનો પ્રથમ તેમજ ૨૯,૧૪૬ નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

જિલ્લા કલેકટરે જણાવ્યું કે સાથે સાથે વેકસીન લીધા પછી પણ કાળજી એટલી જ રાખવાની છે જેમ કે, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને જાહેર ભીડવાળી જગ્યા ઉપર જવું નહીં, સેનીટાઇઝ કરવું, જયાં-ત્યાં થુંકવુ નહીં અને ખૂબજ કાળજી રાખી આ રોગની ગંભીરતાને સમજી આપણે બધા સાથે મળી રોગને નિયંત્રણમાં લાવવા તમામ સહયોગ કરશે તેવી આશા વ્યકત કરી હતી.