મણિપુરમા બનેલી ઘટના ના વિરોધ મા કોંગ્રેસ પાર્ટી દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

લુણાવાડા, મણિપુરમાં બનેલ ઘટનાને લઈ સમગ્ર દેશમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે મહીસાગર જીલ્લામાં પણ વિરોધ જોવા મળ્યો હતો. જીલ્લાના ચેતનાબેન બામણીયા કોકિલાબેન માલીવાડ સમાજ આગેવાનોની આગેવાનીમાં તેમજ કોંગ્રેસ જીલ્લા પ્રમુખ સુરેશ પટેલ તેમજ લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ અને સહિત અન્ય આદિવાસી સમાજની મહિલાઓ ભેગા મળી આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્થિત મણિપુર રાજ્યમાં બે કુકી આદિવાસી મહિલાઓ સાથે બર્બરતાના વાયરલ થયેલા વીડિયો અને કુકી આદિવાસી યુવક ડેવિડનું માથું કાપીને વાડ પર લટકાવવાની ઘટનાને ધ્યાનમાં રાખીને, મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માટે, નફરતપૂર્ણ વૈચારિક રાજકીય, ધાર્મિક ઝેરને રોકવા અને કડક કાયદાકીય સજા આપવા માટે બાબતે મહામહિમ રાષ્ટ્રપતિ ભારત નાઓને સંબોધીને જીલ્લા કલેક્ટર મહીસાગર નાઓને આવેદનપત્ર આપવામાં આવેલ અને દેશના સર્વોચ્ચ પદ પર એક મહિલા બેઠી છે અને છતાં દેશના વર્તુળમાં મહિલાઓ સાથે આવું જઘન્ય કૃત્ય કરવાનું કોઈ વિચારી પણ કેવી રીતે શકે? તેથી, દેશના તમામ નાગરિકો વતી, કડક કાર્યવાહી કરવા અને અત્યાચારના ગુનેગારોને એવી રીતે સજા કરો કે જેથી એક દાખલો બેસે અને મણિપુરને શાંતિ અને સલામતી પ્રદાન કરવામાં ન્યાયતંત્ર તેમજ મણિપુરના મુખ્યમંત્રી અને કેન્દ્રની મોદી સરકારને તાત્કાલિક પદ પરથી દૂર કરવા બાબતે મહામહિમ રાષ્ટ્રપતિ નાઓને સંબોધીને જીલ્લા કલકટર મહીસાગર નાઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.